તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકીને શોધવામાં મદદ કરનાર રિક્ષાચાલકનું સન્માન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત : નવી સિવિલમાંથી 5 દિવસ પહેલા ચોરી થયેલી બાળકીને શોધવામાં સતર્કતા દાખવી મહત્ત્વની ભૂમિકા અદા કરનારા રિક્ષાચાલકનું નર્સિંગ એસોસિએશને સન્માન કર્યું હતું.

કડોદરા વિસ્તારમાં રહેતા કેતકીબેન મનોજ ગોસ્વામી ગત 19મીએ પોતાના 25 દિવસના બાળક અને જેઠ-જેઠાણી સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં ગાયનેક વોર્ડની બહાર તેમના જેઠ પાસેથી બાળકીને રમાડવાના બહાને લઈ બાળકીની ચોરી કરી એક મહિલા નાસી ગઈ હતી. આ મહિલા જે રિક્ષામાં બેસી ફરાર થઈ હતી તે રિક્ષાચાલક ઉદયરાજ ગુપ્તાને મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. સિવિલ પરત ફર્યા બાદ બાળકી ચોરી થઈ હોવાની જાણ થતાં ઉદયરાજે પોલીસનો સંપર્ક સાધી બાળકીને શોધવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. બાળકીની ચોરી કરનાર પૂજા અને તેના પતિ દીપક પાટીલને પોલીસે ઝડપી પાડી બાળકીને તેનાં માતા-પિતાને સોંપી દીધી હતી. ઉદયરાજની સતર્કતાથી બાળકીનો પત્તો લાગ્યો હતો. રવિવારે નર્સિંગ એસોસિએશનએ ઉદયરાજનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમને સાંભળવાનું પણ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો