તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાંદેરમાં ટપોરીઓએ મહિલાના ઘરમાં ઘૂસી એકને તલવાર મારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંદેર બાપુનગર બોરડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો લઈને મહિલાના ઘરમાં ઘુસીને તોડફોડ કરી એકને તલવાર મારી ગંભીર ઈજા પહોંચાડીને ભાગી ગયા હતા. તોફાની તત્વોએ બહાર પાર્ક કરેલી કારને નુકશાન કર્યુ હતું. આ ઘટનાને પગલે રાંદેર પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા હતા. જો કે તે પહેલા તોફાનીતત્વો ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે રાંદેર પોલીસમાં ઈરફાનબીબી શેખ હમીદ શેખની પત્નીએ ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે અનશ ઉર્ફે અન્નુ કેસેટ લતીફ શેખ, લતીફ કેસેટ, ગોરુ ઉર્ફ માયા, જાવેદ નાવડી, મોસીન બલોચ, ઈરફાન ઉર્ફ કાલીયા,મુજમીલ,હુસેન અને તોસીફ ટકલા સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. મહિના પહેલા બાપુનગર બોરડીમાં રહેતા ગોરુ ઉર્ફ માયાનો મહોલ્લામાં રહેતા મોહીત શેખ જોડે ઝઘડો થયો હતો. આ અંગે મોહીતે રાંદેર પોલીસમાં ફરિયાદ કરી હતી. જેની અદાવતમાં આ હુમલો અને તોડફોડ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો