તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંજાબના વેપારીએ ઉધારમાં કાપડ ખરીદી સુરતના વેપારીને 47.55 લાખમાં નવડાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદર્શ ટેક્સટાઈલ માર્કેટના કાપડ વેપારી પાસેથી પંજાબના વેપારીઓએ ઉધારમાં 47.55 લાખ રૂપિયાનું કાપડ ખરીદી કરીને રૂપિયા ચૂકવ્યા નહતા.

પરવત પાટિયા ખાતે માધવબાગ પાસે નંદનવન સોસાયટીમાં રહેતા નેમારામ ક્રિષ્ણારામ ચૌધરી કપડાનો વેપાર કરે છે. રિંગ રોડ પર આદર્શ ટેક્સટાઈલ માર્કેટમાં તનિષ્કા ક્રિએશનના નામથી વેપાર કરે છે.

ઓક્ટોબર 2017માં આરોપી દલાલ આકાશ શૈતાનસિંહ સિસોદિયા(રહે. નેમીનાથ નગર, મોડલ ટાઉન પાસે, પરવત પાટિયા)ના માધ્યમથી પંજાબના વેપારીઓ પરમજીતસિંગ ભાટિયા, અમરજીતસિંગ ભાટિયા અને અમરીતસિંગ ભાટિયા( તમામ રહે. અમૃતસર, પંજાબ) સાથે નેમારામની મુલાકાત થઈ હતી. પંજાબના ત્રણે વેપારી ત્યાં ગુરૂકૃપા ટ્રેડિંગ કંપની અને અમરિકસિંગ એન્ડ સન્સના નામથી વેપાર કરે છે. આરોપીઓએ નેમારામ પાસેથી કુલ 47.55 લાખનું કાપડ ઉધારમાં ખરીદ્યું હતું. બાદ તેનું પેમેન્ટ ચૂકવ્યું નહતું. નેમારામ ચૌધરીએ આરોપી પરમજીતસિંગ, અમરજીતસિંગ, અમરીતસિંગ અને આકાશ સિસોદિયા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...