તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રીય કક્ષાની સ્કોલરશિપ માટે અરજી પ્રક્રિયા શરૂ, ચાર ભાગમાં યોજાશે પરીક્ષા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

scholarship

સિટી રિપોર્ટર . સુરત

માનવ સંસાધન અને વિકાસ મિશન દ્રારા મેધાવી નેશનલ સ્કોલરશીપ સ્કીમ 2020 માટે અરજી મંગાવવામાં આવી છે. આ સ્કીમ માટે ઓછામાં ઓછા ધો-10 પાસ કરી ચુકેલા 16 થી 40 વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. મેધાવી નેશનલ સ્કોલરશીપ સ્કોલરશિપને ચાર ભાગોમાં વહેચવામાં આવેલ છે.

ટાઇપ એ | 60 ટકા કે તેથી વધુ ટકા ધરાવનાર વિદ્યાર્થી આ સ્કોલરશીપ માટે માન્ય ગણાશે. પહેલા મહિનામાં આઠ હજાર, બીજા મહિનામાં ચાર હજાર અને ત્રીજા મહિનામાં બે હજાર અપાશે.

ટાઇપ બી | 50 થી 60 ટકા હોવા જરૂરી છે. પહેલા મહિનામાં ત્રણ હજાર, બીજા મહિનામાં બે હજાર અને ત્રીજા મહિનામાં એક હજાર રૂપિયા સ્કોલરશીપ તરીકે આપવામાં આવશે.

ટાઇપ સી | 40 થી 50 ટકા મેળવનાપ વિદ્યાર્થીઓનેે જ સ્કોલરશીપ આપવામાં આવશે. જેમાં પહેલા, બીજા અને ત્રીજા મહિનામાં એક હજાર રૂપિયા સ્કોલરશિપ તરીકે આપવામાં આવશે.

ટાઇપ ડી- 35 થી લઇ 40 ટકા ધરાવતા વિદ્યાર્થીઓને 100 ટકા ફી પરત આપવામાં આવશે. તેમને માત્ર એક જ વખત 300 રૂપિયાની સહાયતા મળશે.

31મી સુધી અરજી થશે

{www.medhavionline.orgschemedetail.aspx ફોર્મ મળશે.

{ એપ્લિકેશન સમયે 300 રૂપિયા જમા કરાવવી પડશે.

{ કોઇ પણ સવાલનો ખોટો જવાબ આપતા ત્રીજા ભાગના માર્કસ કપાઈ જશે.

{ અરજી કરવાની તારીખ- 15 માર્ચ

{ 31 માર્ચ સુધી અરજી કરી શકાશે

{ પરિક્ષાની તારીખ- 26 એપ્રિલ

{ પરિણામની તારીખ- 30 એપ્રિલ

{ ફી રિફંડ અને સ્કોલરશીપ ડિસ્ટ્રીબ્યુશન તારીખ- 4 મે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો