મૂંજવણ / મજૂરીદર મામલે માથાકૂટ થતાં પાર્સલ અટવાયાં

Surat News - the parasol caught in the mammoth case 035142

DivyaBhaskar News Network

Feb 12, 2019, 12:06 PM IST
ગુર્જર આંદોલનની અસર કાપડ ડિલિવરી અટકાવી નહી શકી પરંતુ પાર્સલ એસોસિએશને મજૂરી દર વધારવાની હિલચાલ શરૂ કરતાં જ મિલેનિયમ માર્કેટમાં પાર્સલનો ઢગલો થઇ ગયો હતો. આગામી દિવસોમાં માર્કેટ એસોસિએશને આ અંગે વેપારીઓને કરશે.

પાર્સલ એસોસિએશનના ઉમાશંકર મિશ્રાએ કહ્યું કે હાલમાં પાર્સલ દીઠ 80થી 90 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યાં છે. જે માર્કેટ વિસ્તારથી ગોડાઉન વચ્ચેનું અંતર વધતા હવે પોષાય તેમ નથી. તેથી પાર્સલ દીઠ 50 રૂપિયા સુધી મજદૂરીના દર વધારવા માટે માગ પાર્સલ એસોસિએશનની છે. આગામી દિવસોમાં આ અંગેનો એક વિનંતીપત્ર બનાવી રીંગરોડની તમામ માર્કેટ એસોસિએશનના હોદ્દેદારોને મોકલવામાં આવશે. તે દરમ્યાન સોમવારે મિલેનિયમ માર્કેટમાં કેટલાંક મજૂરો દ્વારા મજૂરીના દર વધારવાના મુદ્દે વેપારીઓ સાથે થયેલી માથાકૂટના કારણે પાર્સલો અટક્યા હતા.

X
Surat News - the parasol caught in the mammoth case 035142
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી