તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાસકપક્ષ નેતાએ બેઠક શરૂ કરતાં કોંગી સભ્યોનો બહિષ્કાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત|લિંબાયત ઝોનની સંકલન બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયર મોડે આવતાં શાસકપક્ષ નેતાએે મીટીંગ શરૂ કરતા કોંગ્રેસના બે નગરસેવકોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. મેયર અને ડે. મેયર આવતા આખરે નગરસેવકો બેઠકમાં હાજર રહ્યા હતા. સંકલન બેઠકમાં 4 નગરસેવકોનો એક પણ પ્રશ્ન નહીં હોવાથી પદાધિકારી-અધિકારીઓ ચોંકી ગયા હતા. બેઠકમાં લિંબાયત ભાવના પાર્ક સોસા.માં ડ્રેનેજની સમસ્યાનો પ્રશ્ન હતો.આ સોસાયટીમાં માર્જીન કવર કરી બાંધકામ કર્યું હોવાથી ડ્રેનેજનું કામ ઘણા સમયથી અટવાયું હવાથી નગરસેવકોએ સોસાયટીની બાજુના પાલિકાના પ્લોટમાંથી લાઇન નાંખવાનો આગ્રહ કર્યો હતો. જેથી બેઠકમાં માર્જીન હટાવ્યા બાદ સોસાયટીમાં ડ્રેનેજ લાઇન નાંખવા અધિકારીઓને સૂચના આપી હોવાની માહિતી સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો