તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફંડ લઈને રેલવે ચોકી ઊભી કરી દેવાના મામલે તપાસના આદેશ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

રેલવે પોલીસ સ્ટેશનની બાજુમાં ખાનગી ફંડ લઈ ચોકી બનાવી કસ્ટડી ઊભી કરી દેવાના મામલામાં જીઆરપીના ડીએસપીએ તપાસનો આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત રેલવેનો એન્જિનિયરિંગ વિભાગ પણ ચોકી બનાવવા કેટલી જગ્યા કવર કરવામાં આવી છે એનો રિપોર્ટ તૈયાર કરશે. ત્યાર બાદ રેલવે ચોકીની કસ્ટડી લેવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. રેલવે પોલીસ દ્વારા રેલવે સાથે પત્રવ્યવહાર કર્યા વગર ચોકી ઊભી કરી દેવાનો મામલો સામે આવતાં એન્જિનિયરિંગ વિભાગ પાસે સુરત સ્ટેશન ડાયરેક્ટર સીઆર ગરુડા દ્વારા માહિતી માંગવામાં આવી છે કે, રેલવે પોલીસ દ્વારા ચોકી ઊભી કરવા વિભાગ સાથે મંજૂરી મેળવવા કોઈ પત્ર વ્યવહાર થયો છે કે કેમ ω એન્જિનિયરિંગ વિભાગના જવાબ બાદ ચોકીની કસ્ટડી લેવાની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માત્ર રેલવેના એન્જિનિયરિંગ વિભાગ પાસે જ રેલવેની જમીનની કસ્ટડી હોય છે અન્ય કોઈ વિભાગ કે વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારના નિર્માણ માટે એન્જિનિયરિંગ વિભાગની મંજૂરી લેવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો