NRIએ નોટબંધી વખતે જમા કરાવેલા 30 હજાર બે વર્ષ પછી પણ નથી મળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : નોટબંધી વખતે સુરતના એક એનઆરઆઈએ રૂ.30,000ની જૂની 500-1000ની નોટ આરબીઆઈમાં જમા કરાવી હતી. આ વાતને બે વર્ષ થઈ ગયા છતાં એનઆરઆઈને નવી ચલણી નોટના બેંક એકાઉન્ટમાં જમા નથી આપવામાં આવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

તા.8 નવેમ્બર 2016ના રોજ જૂની 500-1000ની નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એનઆરઆઈ રદ કરાયેલી ચલણી નોટો નોટબંધીના 50 દિવસ બાદ માર્ચ 2017 સુધી જમા કરાવી શકશે તેવી ખાતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી. આ આશ્વસનના પગલે મૂળ સુરતના સુમુલ ડેરી રોડની શ્રીનિકેતન સોસાયટીમાં રહેતા એડવોકેટ હરેશ ટી. પટેલે એનઆરઆઇએ મુંબઈ ખાતેની કચેરીએ તા. 1-3-2017ના રોજ રૂ.500ની 24 અને 1000ની 18ની જૂની ચલણી નોટ એમ કુલ 42 નોટ મળીને રૂ.30,000 રોકડા જમા કરાવ્યા હતા. તે પેટેની રસીદ પણ રિઝર્વ બેન્કના અધિકારી દ્વારા હરેશ પટેલને આપવામાં આવી હતી. જૂની ચલણી નોટના બદલામાં નવી ચલણી નોટના સ્વરૂપે 30 હજારની રકમ હરેશ પટેલના સુરત લાલ દરવાજા ખાતેની સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતામાં જમા થશે તેવું અધિકારી દ્વારા ખાતરી અપાઈ હતી. જોકે, આ વાતને 2 વર્ષ પૂર્ણ છતાં હજુ સુધી જુની નોટ પેટે નવી કરન્સી બેંક એકાઉન્ટમાં આરબીઆઈ દ્વારા જમા કરવામાં આવી નથી. જેને પગલે હરેશ પટેલ દ્વારા અધિકારીને મૌખિક અને ત્યાર બાદ રજિસ્ટર એડીથી આરબીઆઈમાં લેખિત ફરિયાદ કરાઈ હતી, તેમ છતાં કોઈ ઉકેલ કે ઉત્તર મળી રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...