તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર-પૂર્વના પવનનું જોર ઘટ્યું, પારો ત્રણ ડિગ્રી વધતાં ઠંડી ઘટી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તર-પૂર્વના પવન નબળા પડતાં લઘુત્તમ તાપમાનનો પારો ત્રણ ડિગ્રી વધી ગયો છે. જો કે ઠંડીનો ચમકારો યથાવત છે. જ્યારે મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો છે. આગામી બે દિવસ સુધી તાપામાનમાં કોઇ ખાસ ફેરફાર થવાની સંભાવના નહિંવત છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 28.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 3.2 ડિગ્રીનો વધારો થયો છે. ઉત્તર-પૂર્વના પવનનું જોર ઘટવાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગઇકાલે 8 કિ.મી ઝડપે ફૂંકાતા પવનની ગતિ હવે 4 કિ.મી.ની થઇ ગઇ છે. જેથી ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી સૂસવાટાભર્યા બરફીલા પવન ચાલતા શહેરમાં શીતલહેર છવાઇ ગઇ હતી. આગામી દિવસમાં ફરી કોલ્ડવેવની સ્થિતિ જોવા મળે તેવી સ્થિતિ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટબનર્સ હિમાલય તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર મધ્ય પાકિસ્થાનના કેટલાક વિસ્તાર પર બનેલું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો