તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાત્રે પડી 6 હજાર ખેલૈયાઓની સવાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
¾, સુરત, સોમવાર, 30 સપ્ટેમ્બર, 2019 | 2

ક્રાઇમ રિપોર્ટર | સુરત

લોકોમાં ટ્રાફિક બાબતે જાગૃતિ આવે તે માટે વરાછાની સામાજિક સંસ્થા લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટના 108 સ્વયમસેવકોએ નવરાત્રીમાં માતાજીના પહેલા નોરતામાં હેલમેટ પહેરી અને ટ્રાફિકના બેનરો હાથમાં લઈને ગરબે ઘુુમ્યા હતા. ટ્રાફિકના બેનરોમાં ખાસ કરીને ‘વાહન ધીમે ચલાવો તમારૂ જીવન બચાવો’, ‘અકસ્માતથી થાય વ્યથા સુરક્ષા અપનાવી પાડો પ્રથા’, ‘રોડ પર ન કરો મસ્તી, જીદંગી નથી આટલી સસ્તી’, જેવા બેનરો હાથમાં લઈને યુવકો ગરબા રમતા જોવા મળ્યા હતા. વધુમાં આ બાબતે સંસ્થાના ઘનશ્યામભાઈ ઈટાલીયાએ જણાવ્યું કે નવરાત્રિના દિવસોમાં અમારી સંસ્થા કોર્મોશીયલ ગરબા આયોજનો શહેરમાં જયાં જયાં કરવામાં આવ્યા છે ત્યાં પણ સ્વંયંસેવકો હેલમેટ પહેરી અને બેનરો લઈને ગરબા કરશે.’

સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે પ્રથમ રાત્રીએ 6 હજાર ખેલૈયાઓ મનમુકીને ગરબે રમ્યા હતાં. જ્યારે 9 હજાર પ્રેક્ષકોએ હાજરી આપી હતી. રિતેષ પટેલ

600 યુવાઓને ટ્રેનિંગ આપી છે
ઈનચાર્જ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલે કહ્યુ હતું કે,‘યુવકોને કતારગામ પોલીસ સ્ટેશનના હોલમાં રાત્રે 9 થી 12 સુધી ત્રણ કલાકની 150થી વધુ યુવકોને એક દિવસમાં ટ્રેનિંગમાં આપવામાં આવી હતી. આવી રીતે 3 દિવસ ટ્રેનિંગ દ્વારા 600 સ્વયંમ સેવકોને તૈયાર કરાયા છે. જેથી ટ્રાફિક અંગેની જાગૃતિ ફેલાવી શકાય.’

અન્ય સમાચારો પણ છે...