13મીએ અંડર-16,19 અને 23ની ગુજરાત ટીમની નેટ પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-16, અંડર-19 અને અંડર-23 સિનિયર મહિલા ક્રિકેટ ખેલાડીઓની પસંદગી માટે નેટ પસંદગી સ્પર્ધાનું આયોજન કરવામાં આ‌વ્યું છે. સંભવિત ખેલાડીઓની આ પસંદગી નેટ સ્પર્ધા સોમવારે, 13મેના રોજ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે સવારે 7.30 વાગ્યે રાખવામાં આવી છે. અંડર-16 સ્પર્ધામાં 1 સપ્ટેમ્બર 2003 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. અંડર-19માં 1 સપ્ટેમ્બર 2000 પછી જન્મેલા તેમજ અંડર-23માં 1 સપ્ટેમ્બર 1996 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. રસ ધરાવનાર ખેલાડીઓએ પોતાની ક્રિકેટ કિટ સાથે સફેદ ગણવેશમાં જન્મ તારીખના અસલ પુરાવા સાથે સમયસર હાજર રહેવાનું રહેશે. વધુ માહિતી માટે એસડીસીએના કોચ જિજ્ઞેશ પટેલને સંપર્ક કરવો. આ નેટ સ્પર્ધામાં પસંદ થનાર ખેલાડીઓને આગળની સ્પર્ધામાં રમવાની તક મળશે. એસડીસીએ દ્વારા દર વર્ષે આ આ‌વા કેમ્પ યોજાય છે અને આ કેમ્પથી સુરતની ખેલાડીઓને આગળના લેવલ પર રમવાનો મોકો મળે છે. આવત હવે નવી સિઝન વરસાદ પછી શરૂ થશે. સુરતામાં મોટી સંખ્યામાં છોકરાઓ ક્રિકેટની તાલીમ લઈ રહ્યા છે. હાલ ભારત સહિત દુુનિયા ભરમાં ઘણી બધી લીગ યોજાય છે જેના કારણે ખેલાડીઓ માટે વધારે તકો ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...