તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબ નામના શાયરે માત્ર 2 હજારમાં ‘મરીઝ’નો સંગ્રહ નામે કરી લીધો હતો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

સ્વજન, સુરત લિટફેસ્ટ અને નાલંદા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ‘મરીઝ 102’ નોટ આઉટ કાર્યક્રમનું આયોજન થયું. દેવાંગ જાગીરદાર અને મેઘા સિયારામે મરીઝની પ્રેમકથાનું નાટક રજૂ કર્યું હતું. મરીઝના સુપુત્ર મોહસીન વાસી, સુપુત્રી લુલુઆ ઉપસ્થિત રહ્યા હતાં.રઈશ મનીઆર લિખિત ‘મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિત્વ’ પુસ્તકનું વિમોચન કરવામાં આ‌વ્યુ હતું. મુકુલ ચોક્સી અને કેયુર વાઘેલાએ મરીઝની રચના રજૂ કરી હતી.

ડઝન લોકોએ મરીઝની ગઝલો પોતાનાનામે કરી તબીબ નામના શાયરે તો 2000 રૂપિયાની ઉધારીના બદલામાં મરીઝનો આખો સંગ્રહ પોતાને નામે કરી લીધો. આ એક તબીબ તો પકડાયા પણ બીજા એકાદ ડઝન કમ્પાઉન્ડરો પણ હતા જે હજુ બચી ગયા છે. એકવાર મરીઝને કોઇ એ પૂછ્યું, ‘તમે જેને પાણીના મૂલે આટલી ગઝલો વેચી દીધી એની પાસે પોતાનું કંઇ છે ખરું’

મરીઝે તરત જવાબ આપ્યો, ‘એને બે બાળકો છે ને!’

કિસ્સો-1
મરીઝે કહ્યું ‘એ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા..’
એકવાર મરીઝનું સન્માન થયું. ઘણા રુપિયા એકઠા થયા.સન્માન સમિતિના કન્વિનર હતા એ એક જાણીતા શાયર જ હતા. સન્માનની થેલી એ લઈને ગયા, મરીઝને એમ કે એમની પાસે સેઈફ રહેશે પણ એ એમનાથી વપરાઈ ગયા. અને કદી મરીઝ સુધી ન પહોંચ્યા.મરીઝને કોઈએ પૂછ્યું કે એ સન્માનના પૈસાનું શું થયું ? મરીઝ સાહેબ એટલું જ કહ્યું, ‘એ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા.’

કિસ્સો-2
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો