Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકા મચ્છર મારવા નીકળી તો ભેંસાણમાં પાણીચોરી કૌભાંડ મળ્યું
ભેંસાણમાં આવેલા મનપાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના મેઈનહોલ અને પાઈપમાં બાકોરા 15 બાકોરા પાડી ટ્રીટમેન્ટ માટેના પાણીને સીધું આસપાસના ખેતરોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટની દીવાલ પણ તોડી નાંખવામાં આવી છે. ટ્રીટમેન્ટ થયા વગરના પાણીને નાની નાની કેનાલ મારફતે ખેતરોમાં પહોંચાડી ખેતી માટે વાપરવામાં આવી રહ્યુ હોવાથી ં મનપાના આરોગ્ય વિભાગ અને ડ્રેનેજ વિભાગે બાકોરા શોધીને પૂરવાની કામગીરી હાથ ધરશે. ચોરી થઇ રહેલા ગંદા પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જો કે પ્લાન્ટમાંથી ખેતી માટે પાણી લઈ રહેલા ખેડૂતોની હાલત પણ કફોડી છે.ખેતી માટે સિંચાઈ વિભાગ દ્વારા પાણી મળતું ન હોવાને લીધે ખેડૂતો ટ્રીટમેન્ટ થયા વગરનું ગંદુ પાણી મેળવે છે.
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની દીવાલ તોડાતા ગંદુ પાણી ખેતરમાં લઇ જવાઇ રહ્યું છે
_photocaption_ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવી રીતે બાકોરા પાડી પાણી ચોરી થઇ રહી છે. *photocaption*