પાલિકાએ 28 સેલ્ટરો બનાવી 10,000 ઘરવિહોણા લોકોને આશ્રય આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (ડે નૂલ્મ) હેઠળ શહેરી ઘર વિહોણા લોકો માટે મહાપાલિકાએ 28 સેલ્ટરો કાર્યરત કરી ગત એપ્રિલ સુધીમાં 10 હજારથી વધુ લોકોને શેલ્ટરમાં આશ્રય આપ્યો છે. 105 લાભાર્થીઓને આધાર કાર્ડ, 23 લાભાર્થીને બેંક ખાતા, 8 તરુણીઓને આઈસીડીસી સેવા સાથે જોડાણ કરી 4 ગર્ભવતીઓને મમતા કાર્ડ તથા તે પૈકી 2 મહિલાને હોસ્પિટલમાં ડીલેવરી કરાવી છે. સાથે રોજગારી પણ પુરી પાડવામાં આ‌વે છે. પાલિકાની ઉત્કૃષ્ઠ કામગીરીની નોંધ સ્ટેટ લેવલ મોનીટરીંગ કમિટીએ લીધી છે. તાજેતરમાં નેપાળ ગવર્મેન્ટના તિરુચિરાપલ્લી મહાપાલિકા તેમજ વડોદરા પાલિકાની ટીમે શેલ્ટરની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...