તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ સમિતિના સભ્યોને હવે 15 હજાર નહીં 8 હજાર અપાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|સુરત

તાજેતરમાં શિક્ષણ સમિતિના સભ્યોના હયાત પગારમાં કરાયેલા તોતિંગ વધારા બાદ હવે 50 ટકા સુધીનો કાપ મૂકાયો છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ હવે શિક્ષણ સમિતિના સભ્યોને માનદ વેતન 15 હજારને બદલે 8 હજાર કરવા સ્થાયી સમિતિમાં મંજૂરી માંગવામાં આવી છે.

અગાઉ નગરસેવકો તથા સમિતિના સભ્યોને માનદ વેતન પેટે રૂ.૩૦૦૦, મીટિંગ ભથ્થાના રૂ.૨૫૦ (એક માસમાં વધીને પાંચ મીટિંગ ભથ્થા મળે), ટેલિફોન ભથ્થાના રૂ.૭૫૦ અને સ્ટેશનરી ભથ્થાના રૂ.૫૦૦ સહિત માસિક એવરેજ ૫૦૦૦ જેવો પગાર ચુકવવામાં આવતો હતો. જો કે 1 એપ્રિલ 2018થી અમલમાં આવે તે રીતે તેઓને માનદ વેતન પેટે રૂ.૧૨ હજાર, મીટિંગ ભથ્થાના રૂ.૫૦૦ (એક માસમાં વધુમાં વધુ પાંચ મીટિંગ ભથ્થા), ટેલિફોન ભથ્થા રૂ.૧૦૦૦ અને સ્ટેશનરી ભથ્થા પેટે રૂ.૧૫૦૦ મળી 15 હજાર ચુકવવામાં આવતા હતા. જો કે રાજ્ય સરકારે 1-10-19થી શિક્ષણ સમિતિના સભ્યોને મહત્તમ માસિક માનદ વેતન 8 હજાર ચુકવવા પરિપત્ર કર્યો છે. જેથી સુરત શિક્ષણ સમિતિના સભ્યોનાે પગાર હવે અડધો થઇ જશે. જેનો અમલ કરવા માટે સ્થાયી સમિતિમાં કમિશનરે દરખાસ્ત રજૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો