તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિને છોડીને ભાગેલી પરિણીતાને પ્રેમીએ તરછોડી દેતાં ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધનામાં રહેતી પરિણીતાને મહોલ્લામાં રહેતા પાણીપુરીવાળા સાથે આંખ મળી ગઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પતિને ખબર પડતા તેણે પત્નીને કહ્યું કે, તું તારા પ્રેમી સાથે રહેવા માંગે છે અને તારો પ્રેમી તારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો હું છુટા છેડા આપી દઉં. આટલો ઉદાર પતિ હોવા છતાં પરિણીતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બીજા દિવસે પ્રેમીએ રાખવાની ના પાડી દેતા પરિણીતાએ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉધના વિસ્તારમાં રહેતી 25 વર્ષિય મોહિની( નામ બદલ્યું છે) નો પતિ ડ્રાયવર છે. તેને એક દીકરી પણ છે. તેના જ મહોલ્લામાં રહેતા રાહુલ રામવિલાસ ગુપ્તા સાથે મોહિનીને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. દશ દિવસ પહેલા મોહિનીના પતિએ મોહિની અને રાહુલને રંગેહાથ પકડી લીધા હતા. રાહુલ પાણીપુરી વેચે છે. ત્યાર બાદ મોહિનીના પતિએ મોહિનીની માતાને તમામ હકિકત જણાવી હતી. મોહિનીની માતા અને પતિએ નક્કી કર્યું કે, મોહિની રાહુલ સાથે રહેવામાં ખુશ હોય તો તેને ડિવોર્સ આપીને મોહિની અને રાહુલના લગ્ન કરાવી દઈએ. તે માટે રાહુલને વાત કરી હતી. પરંતુ રાહુલે લગ્નની ના પાડી હતી. રાહુલે ત્યારે કહ્યું કે, તે હવે મોહિનીને મળશે નહીં. પછી બે દિવસ બાદ મોહિની અને રાહુલ ઘરેથી ભાગી ગયા હતા. બે દિવસ પછી તેઓ કડોદરા હોવાની માહિતી મળતા રાહુલના સંબધીઓ અને મોહિનીની માતા અને પતિ કડોદરા ગયા હતા. ત્યાંથી બંને મળી આવ્યા પરંતુ ત્યાં રાહુલે મોહિનીને સાથે રાખવાની ના પાડી દીધી હતી. મોહિનીના પતિએ મોહિનીને સમજાવીને ફરીથી પોતાની સાથે રહેવા સમજાવી હતી. પછી મોહિની તેના પતિ સાથે ઘરે આવી ગઈ હતી. 24 તારીખે મોહિનીએ તેના પતિને અને દીકરીને મંદિરે દર્શન કરવા મોકલી આપ્યા બાદ ઘરમાં દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મોહિનીની માતાએ રાહુલ ગુપ્તા વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં દીકરીએ માતાની મમતા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...