તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધૂળેટીમાં ખુલ્લેઆમ દારૂ વેચાયો અને પીવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા પટકાવાના, અકસ્માતના કે પછી મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા 170 જેટલા લોકો સારવાર માટે આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની વાત કરીએ તો ધુળેટીના દિવસ દરમિયાન ઇજાગ્રસ્તોના 139 કોલ આવ્યા હતા. જેમાં ટ્રાફિક એક્સિડન્ટના 85 કોલ આવ્યા હતા. મારામારીના બનાવોમાં 27 કોલ આવ્યા હતા. જ્યારે અલગ અલગ બનાવોમાં પટકાવાના 27 કોલ આવ્યા હતા. ધુળેટીના દિવસે સવાર થી મોડી રાત સુધી 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. તેવી જ રીતે પોલીસે દિવસ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં 74 જેટલી વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા અને તેમને તબીબી તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

ભાસ્કર લાઇવ

ડિંડોલીમાં પોલીસ સ્ટેશનથી માત્ર 800 મીટર દૂર દારૂડિયાઓ માટે ખુલ્લું બજાર

ધૂળેટીમાં અકસ્માતમાં 85, મારામારીમાં 27 મળી 139 ઘવાયા અને પીધેલા 74 પકડાયા

નશામાં ધૂળેટી રમતો યુવક ધાબા પરથી પટકાતા મોતને ભેટ્યો

ધુળેટી રમતી વખતે ત્રીજા માળેથી પટકાતા યુવકનું મોત | વરાછા સવાણી રોડ મહાદેવ નગરમાં રહેતા સંતોષસિંગ રામપાલસિંગ રાજપુત(30) કાપડના કારખાનામાં કામ કરતા હતા. ધુળેટીના દિવસે બપોરે તેઓ મિત્રો સાથે રંગોથી ધુળેટી રમતા હતા. ત્યારે અક્સમાતે ત્રીજા માળેથી નીચે પટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક સંતોષસિંગે ભાંગનો નશો કર્યો હોવાની અને તેના કારણે સંતુલન ગુમાવી દેતા પટકાયો હોવાની પોલીસે શંકા વ્યકત કરી હતી.


ડિંડોલી પોલીસ સ્ટેશનથી માત્ર 800 મીટર દૂર આવેલા સંતોષી નગર સામેના ખુલ્લા પ્લોટમાં ઓપન બાર ધમધમતો હોય તેવા દૃશ્યો ધૂળેટીના દિવસે જોવા મળ્યા હતા.

સુરત: હોળી-ધૂળેટીમાં ડિંડોલી સહિતના મોટાભાગના વિસ્તારોમાં દારૂ બેફામ રીતે વેચાયો અને પીવાયો પણ હતો. જેની સીધી અસર રોડ પર વાહન અકસ્માતના રૂપે તથા ઝઘડો અને મારામારીના સ્વરૂપે શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં જોવા મળી હતી.શહેરના ડિંડોલી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ખુલ્લેઆમ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. ડિંડોલીમાં સુમુખ રેસિડેન્સી સર્કલથી સીઆર પાટીલ રોડ પર જતી વખતે સંતોષીનગરની સામે ખુલ્લામાં દિવાલની બાજુમાં મિલિંદ અને પપ્પુ નામના બુટલેગરનો અડ્ડો ધમમધી રહ્યો છે. બાજુમાં તંબુ બાંધીને રહેતા મજુરોના પરિવારમાં મહિલાઓ અને નાના બાળક અને બાળકીઓ છે. તેમની સામે લોકો દારૂ પીએ છે અને લથડિયા ખાતા જાય છે. હોળીના એક દિવસ પહેલાથી આ અડ્ડો એવી રીતે ધમધમી રહ્યો છે જાણે કે પોલીસે ડિંડોલી પુરતી જ દારૂબંધીમાં છુટ આપી છે. ત્યાંના મજુર પરિવારનો લોકો કહી રહ્યા છે કે, આ બધુ પસંદ નથી પરંતુ આ લોકોને કોણ કહેવા જાય કે અહીં દારૂ ન વેચો. અમને આ લોકોથી બહુ ડર લાગે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો