તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News The Limit Of Composite Scheme Has Been Increased To 150 Crores But The Benefit Will Be Only To The Retailers 040529

કમ્પોઝીટ સ્કીમની મર્યાદા વધારી 1.50 કરોડ કરાઇ પરંતુ તેનો લાભ ફક્ત રીટેઇલર્સને જ મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીવર્સ અને પ્રોસેસર્સની 1500 કરોડની ક્રેડિટ રીફંડ સહિત 5 કરોડ સુધી ટર્નઓવર ધરાવતાં ટ્રેડર્સને જીએસટીમાંથી મુક્તિની માંગ ટ્રેડર્સની 32મી જીએસટી કાઉન્સિલની મિટિંગ બાદ પણ અધૂરી રહી છે. 20 લાખની જીએસટી મુક્તિ મર્યાદા વધારી રૂ.40 લાખના ટર્નઓવર પર સિમિત કરાઇ તેમજ કમ્પોઝીટ સ્કીમમાં લાભાર્થી વધે તે માટે 1 કરોડની મર્યાદા 1.50 કરોડ કરાઇ છે. જોકે આ બંન્ને લાભ ફક્ત રીટેઇલ્સ સેક્ટરને જ મળશે. ટેક્સટાઇલ ટ્રેડિંગ, વીવીંગ, પ્રોસેસિંગમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે.

જીએસટી કાઉન્સિલની 32મી મિટીંગમાં નાના વેપારીઓ માટે રાહતનો વરસાદ થયો છે. હવે 40 લાખ સુધી ટર્નઓવર ધરાવતા વેપારીઓને જીએસટીનું રજિસ્ટ્રેશન લેવું નહીં પડશે. આ મર્યાદા અગાઉ 20 લાખ હતી. આ ઉપરાંત 1.50 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ લમસમ ટેક્સ ભરી જીએસટીની જંજાળમાંથી મુક્તિ મેળવી શકશે. સૌથી મોટો ફાયદો સર્વિસ પ્રોવાઈડર્સને થયો છે. રૂપિયા 50 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા સર્વિસ પ્રોવાઈડર્સે 6 ટકા ટેક્સ ભરી કમ્પોઝિશન સ્કીમનો લાભ લઈ શકશે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(સીએઆઇટી) તથા સિન્થેટીક એન્ડ રેયોન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે(એસઆરટીઇપીસી)ના હોદ્દેદારોએ જીએસટી કાઉન્સિલના નિર્ણયને આવકાર્યો છે. સીએ રમાકાંત ગુપ્તાના જ્ણાવ્યાનુસાર, 32મી કાઉન્સિલની મિટીંગમાં થયેલા ફેરફારથી રીટેઇલિંગ સેક્ટરને સીધો લાભ મળશે. જોકે હજુયે બલ્કમાં વેપાર કરનારા વેપારીઓ અને તેમાંયે ટેક્સટાઇલ ટ્રેડર્સ માટે કોઇ રાહત જાહેર થઇ નથી. બીજી તરફ ક્રેડિટ રીફંડ તથા જીએસટી મુક્તિ મર્યાદાની લિમિટનો લાભ નહી મળતાં ફોગવા-ફોસ્ટાએ નારાજગી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...