તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વને ઓળખવાની લેબોરેટરી એટલે હૃદય: પંન્યાસ પદ્મદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનવી પોતાની જાતને તેજસ્વી બતાવવા માટે બ્રહ્માંડને સમજવાનો દાવો કરે છે, પરંતુ તે પોતાની જાતને સમજી શકતો નથી. તેની પાસે અનેક શક્તિઓ છે, પરંતુ ધર્મ વગર બધી નકામી છે. અઠવાલાઈન્સ જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે આ શબ્દો સોમવારે કહ્યાં હતા.

અઠવાલાઇન્સ જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજની નિશ્રામાં આરાધનાના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે માણસે પહેલા પોતાને પામવો જોઈએ. જે સ્વને ઓળખી શકે તે પરમાત્માને પામી શકે છે. તેના માટે મૌન શ્રેષ્ઠ સાધના છે. જ્યારે માનવી પોતે એકલો હોય છે. સ્વની જાતે સંવાદ સાધે તો પ્રકૃતિને પામી શકે છે. પોતાની ખામીને જાણીને દુર કરવાનો અવસર મેળવી શકે છે. જાત વિશેની સભાનતા એ શ્રેષ્ઠ સિધ્ધિ છે. સ્વને ઓળખવાની લેબોરેટરી એટલે હૃદય છે. હૃદય થકી પિંડને પામો અને પિંડને પામી શકો તો બ્રહ્માંડને પણ પામી શકો. આજે તો માનવીને શું જોઈએ તે ખબર નથી અને વ્યર્થની પાછળ દોડી રહ્યો છે. બીજાની નકલ કરી પોતાની હાંસી ઉડાવી રહ્યો છે. મિથ્યા સાધનો પાછળ પોતાનો સમય બગાડી રહ્યો છે. ભૌતિક સુખોની લાલસામાં જે છે તે પોતાપણું પણ ગુમાવી રહ્યો છે. વિકાસની લહાયમાં પ્રકાશને છોડી રહ્યો છે.પરમાત્મારૂપી પ્રકાશ આ જગતને ચલાવે છે તે ભૂલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...