Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આઈડિયા હતો લોકોની જિંદગી બદલવાનો, પણ લોકો એ તો આઈડિયા જ બદલી નાખ્યો
શહેરના યંગસ્ટર્સો દ્વારા નર્મદ લાઈબ્રેરીના હોલમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું
} કાગળ પર લખવા ઘણુ છે,
પરંતુ સ્મૃતિમાં વિશ્રાયેલા પરો કાગળે હૃદય ધબકતંુ કરી દે છે.
સુર ઘણાં છે પરંતુ તારો વિરહ પ્રેમના સાદ પૂરે છે.
- જેનિકા જરીવાલા
kavi sammelan
} ખ્વાબો ના તૂટયા, દિલ ના રૂઠયા,
આશુંઓ ના ખુટયા,
બસ તારી રાહમા શ્વાસો
છૂટવાની રાહ છે.
- નઝમ સાહેબ
} વો પુછતે હૈ ખાસિયત મેરે ઇશ્ક કી
મેં કહેતા હું, મુઝે ઇશ્ક હૈ ઇશ્ક સે.
- આકાશ સિંહ
રાધાએ કૃષણની પ્રીતે રંગાણી,
હું તો જોગણ તારી
વ્હાલ ભલે રહું ગોપી,
પણ અનંત તારી
વાંસડીના સુરે ખોવાણી.
- આશા ગાંધી
} કલમ દવા લખે કે કવિતા,
કલમને મલમ માનું છું.
- ડો. ધ્રુવીકા તળાવિયા
} તુ મારો સારો વક્ત હતો,
અને તે વક્ત પણ ગુજરી ગયો.
- નિકિતા સૈની
} આજ વરસાદ કાંઇક એ રીતે વરસ્યો
કે ‘પ્રશાંત મહાસાગર’ પલળી ગયો..!
-પ્રશાંત સોની
સંભળાય તો સાદ કરજે,
દેખાય તો નજર કરજે,
હું પ્રેમ છું અનુભવ થાય,
તો તું પણ કરજે.
-પ્રિતેષ ગાલા ‘પ્રેમ’
સુરત | શહેરના યંગસ્ટર્સો દ્વારા નર્મદ લાઈબ્રેરીમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં સુરતી યંગસ્ટર્સો દ્વારા સ્વરચિત વિવિધ ગઝલો અને કવિતાઓ રજૂ કરવામાં આવી હતી.
} આઈડિયા હતો લોકોની
ઝિંદગી બદલવાનો,
પણ લોકો એ તો આઈડિયા જ
બદલી નાખ્યો...
-કેતન બરવાલીયા
} જે દિલને ગુલાબના ઉપવનની ઉપમા આપી હતી,
તે દિલ આજે આશાઓનું મુરદાઘર બની ગયુ.
- નિધિ રાવલ
} મળે વાહ વાહી ક્ષણભરની
એ પૂરતું નથી,
પંક્તિઓ ‘પ્રક્ષ’ની સીધી દિલમાં ઉતરવી જોઈએ.
- પ્રકાશ સોનારા ‘પ્રક્ષ’
} મઝહબ શીખતા નહીં બૈર રખના કોન યે સમજાયે,
ગીતા મે ભી પ્યાર લિખા હૈ ઔર
કુરાન મોહબ્બત હૈ.
- શદીદ અહમદ