Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિન્સ પહેરતી પત્નીને ચપ્પુના 6 ઘા ઝીંકી પતિએ પણ ફાંસો ખાધો
જિન્સ પહેરતી પત્ની પર ચારિત્રની શંકા રાખી પતિ ઝઘડો કરતો હોવાથી માતાના ઘરે ચાલી ગઇ હતી. બાળકીને વતન લઇ જવા માટે ઇન્કાર કરનાર પતિએ ચપ્પુના ઉપરા છાપરી છ ઘા મારી પત્નીની હત્યા કરી નાખ્યા બાદ પોતે પણ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાનો બનાવ ભટારમાં બન્યો છે.
મુળ મહારાષ્ટ્રના અકોલાના અને હાલ ભટાર આઝાદનગરમાં રહેતા રવિ ખંડારેના લગ્ન મોહિની સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં બે દિકરી વૈદિક (ઉવ.4) અને ક્રિતીકા (ઉવ.2) છે. મોહિની જિન્સ પહેરતી હતી. તેમજ મોબાઇલ ફોન પણ રાખતી હોવાથી રવિને પત્નીના ચારિત્ર પર શંકા ગઇ હતી. અવાર નવાર ઝઘડાથી કંટાળીને પંદરેક દિવસ પહેલા મોહિની પતિનું ઘર છોડીને બાળકીઓ સાથે પિયરમાં આવી ગઇ હતી. રવિ પોતાના વતનમાં જવાનો હોવાથી તે બાળકીઓને ત્યાં લઇ જવા માટે માંગતો હતો. જોકે મોહિનીએ બાળકીને આપવાનો ઇન્કાર કરી દેતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાથી આવેશમાં આવી જઇને રવિએ પત્ની મોહિની પર ચપ્પુના ઉપરા છાપરી છ ઘા ઝીંકી દીધા હતા. મોહિનીનું નવી સિવિલમાં મોત નિપજ્યું હતું. બીજી તરફ રવિએ પણ પોતાની બીજા રૂમમાં બંધ કરી લઇને છતના લાકડા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધો હતો.
ભટારમાં પત્નીએ દીકરીઓ નહીં આપતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો