ઘર ગીરવે મુકીને ડુબેલા બિઝનેસને ફરી ઉભો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે વિશ્વના 30 દેશમાં અમારી પ્રોડક્ટનું સેલિંગ થાય છે

ખ્યાતિ માણેક. સુરત

Take Away

‘એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ ન થયો એટલે ભણવાનું છોડીને સુરત આવી ગયો હતો. જિંદગીના 19 વર્ષ સુધી ટેક્ષટાઈલની કંપનીમાં નોકરી કરી અને ત્યાર બાદ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. જેમાં એટલું નુકસાન થયું કે, ઘર, બંગલો અને પત્નિના દાગીના પણ વેચવાનો વારો આવ્યો. છતાં હાર માનવાની જગ્યાએ એનો હિંમતથી સામનો કરતો રહ્યો હતો. જેથી મને સફળતા મળી. આજે અમારી કંપની સાડી, કુર્તા, ડ્રેસ સહિતની અનેક વસ્તુઓ બનાવે છે અને વિશ્વના 30 દેશમાં 5 હજાર રિટેઈલરને અમે સેલિંગ કરીએ છીએ. અમારી કંપની મહિનાનું 7 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરે છે.’ એક્ઝામ સિરિઝ ‘પરીક્ષા જ જીવન નથી’ અંતર્ગત શહેરના બિઝનેસમેન અજય અઝમેરાએ સિટી ભાસ્કર સાથે એમની સ્ટોરી શેર કરી હતી.


‘પરીક્ષા જ જીવન નથી’ અંતર્ગત આજે વાંચો જિંદગીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને સફળતાના શિખર પર પહોંચનાર અજય અજમેરાની કહાની


હું પહેલા રાજસ્થાનના સિક્કરમાં રહેતો હતો. એન્જિન્યરિંગની એન્ટ્રન્સ એક્ઝામની પરીક્ષાની 2 વર્ષ તૈયારી કરી હતી. પરીક્ષામાં પાસ ન થઈ શકયો. સુરત આવીને દલાલીથી કામની શરૂઆત કરી. મેં 19 વર્ષ સુધી ટેક્ષટાઈલમાં નોકરી કરી હતી. નોકરીની શરૂઆતમાં મહિનાનો 1200 રૂપિયા જ્યારે 19 વર્ષ પછી જ્યારે નોકરી છોડી ત્યારે 2 લાખ રૂપિયા પગાર હતો. મેં નોકરી છોડી મારી કંપની શરૂ કરી. જેમાં મને ખોટ જવા લાગી. એ સમયે ઘર,ગાડી, દાગીના દરેક વસ્તુ ગિરવી મુકવી પડી હતી. છતાં હિંમત રાખી અને કંપની શરૂ રાખી. મારી એક જીદ હતી કે મારે દરેક ગ્રાહકને જથ્થાબંધ માલ વેચવો છે. ત્યારે કોઈ વેપારી ડાયરેકટ રીટેલરને માલ આપતો ન હતો. અને મારે એ જ કરવુ હતુ. મેં પોતાની વેબસાઈટ શરૂ કરી. અમે એ મહિલાઓને જાગૃત કરી જે ઘરે બેસીને પોતાનું કામ કરે છે. મારું લક્ષ્ય એ જ હતુ કે મારા દ્વારા બીજા વ્યક્તિને ફાયદો થાય. મેં જાતે દરેક રીટેલરનો સંપર્ક કરવાનું શરૂ કર્યુ. આ રીતે મારો બિઝનેસ વધવા લાગ્યો. આજે વિશ્વના 30 દેશમાં અમારા 5 હજાર રિટેલર છે. તેમજ 2500 મહિલાઓ બિઝનેસ સાથે જોડાયેલી છે.

પરીક્ષા જ જીવન નથી એટલે

Do Your Best, Forget The Rest
અન્ય સમાચારો પણ છે...