તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીએસટી વિભાગે ઇ-વે બિલ વગરની ચાર ટ્રક પકડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સીજીએસટી વિભાગે ઇ-વે બિલ અને જરૂરી કાગળો વગર જ માલની હેરફેર કરતી ચાર ટ્રક ઝડપી છે. જેમાં ઇલેકટ્રિક અને ટેક્સટાઇલ ગુડ્ઝ સંબંધિત માલ-સામાન છે. હાલ જપ્ત માલનું વેલ્યુએશન કરાય રહ્યું છે. સીજીએસટીની મોબાઇલ ચેકિંગ ટીમ પણ હાલ શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી રહી છે. હાઇવે મારફતે જે માલ આવે છે તેની પર ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે. અધિકારીઓએ કડોદરા, કામરેજ અને પલાસાણાની કેટલીક ટ્રકો ચેક કરી હતી જેમાંથી ચાર ટ્રકના ડ્રાયવર પાસે પુરતા કાગળો મળી આવ્યા નહતા. હાલ આ તમામ ટ્રક ચોક બજાર સ્થિત ગાંધીબાગની પાછળ રાખવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...