તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્સટાઈલને અલગ વીજ દર માટેે સરકારે સૂચનો મંગાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | થોડા સમય પૂર્વે દિલ્હીમાં દેશના વિવિધ રાજ્યોના ટેક્સટાઈલ આગેવાની કરતી સંસ્થાના પ્રતિનિધિઓની કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલયના સેક્રેટરીની આગેવાનીમાં મિટીંગ મળી હતી. જેમાં તમામ પ્રતિનિધિઓએ એક સૂરે વીવીંગ સેક્ટર માટે અલગથી વીજ દર આપવા માટેની માંગ ઉઠી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા તે મુદ્દે ઉદ્યોગકારોના સૂચનો મંગાવવાનું શરૂ કરી દીધું છે. ગુરૂવારે રાજ્ય સરકાર દ્વારા તમામ ટેક્સટાઈલ ઉદ્યોગકારો તથા ટેક્સટાઈલ સાથે સંકળાયેલા સંગઠનોના મત લેવાનું શરૂ કરાયું છે. જેમાં વીજ પોલીસી કેવી હોવી જોઈએ તથા કેટલા દર અને તેની સામે સબસિડી ક્યા પ્રકારની હોવી જોઈએ તેવા પ્રશ્નો પુછવામાં આવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...