તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિત્ર સાથે મોપેડ પર કોલેજ જતી વિદ્યાર્થિનીને ટ્રકચાલકે અડફેટે લેતાં ઘટના સ્થળે મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરોલી સાયણ રોડ પર મિત્ર સાથે મોપેડ પર સવાર થઈ કોલેજ જતી વખતે પુરપાટ પાટ ઝડપે આવતા ટ્રક ચાલકે અડફેટમાં લેતા વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે મિત્રને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માતના અન્ય બનાવોમાં સીમાડા નાકા પાસે ટ્રક ચાલકે અડફેટમાં લેતા કારખાનેદારનું મોત નિપજ્યું હતું. જ્યારે સરદાર બ્રિજ પરથી બાઈક પર પસાર થતી વખતે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ડિવાઈડર સાથે ભટકાયેલા યુવકનું મોત નિપજ્યું હતું.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડોલવણ ગામ ખાતે રહેતી વિભુતીબેન વસંતભાઈ ચૌધરી(19) ઓલપાડની વિદ્યાદિપ કોલેજમાં અભ્યાસ કરતી હતી. મંગળવારે મિત્ર શિવમ બલરામ ચૌધરીની મોપેડ પર બન્ને કોલેજ જવા માટે નિકળ્યા હતા. દરમિયાન અમરોલી સાયણ રોડ પર પુરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે બન્નેને ટક્કર મારી વિભુતીને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના અન્ય બનાવમાં મોટા વરાછા અબ્રામાં રોડ વાસ્તુપુજ્ય સોસાયટી ખાતે રહેતા સવજીભાઈ ઓઘવજીભાઈ બોરડા(57)બુધવારે સવારે કારખાને જવા માટે નિકળ્યા હતા. દરમિયાન સીમાડા નાકા પાસે ટ્રક ચાલકે અડફેટમાં લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેવી જ રીતે રાંદેર તાડવાડી આદિનાથ અેપાર્ટમેન્ટ ખાતે રહેતા રમણભાઈ જવાહરભાઈ શ્રીવાસ્તવ ટેક્ષટાઈલ મટીરીયલની દુકાનમાં કામ કરતા હતા. મંગળવારે રાત્રે દુકાનેથી ઘરે જતી વખતે સરદાર બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા તેઓ બાઈક પરથી ઉછડીને ડીવાઈડર સાથે ભટકાયા બાદ ફુલછોડના કુંડા સાથે માથુ ભટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો