તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 વર્ષના દીપને ટૂંપો આપી લાશ બે દિવસ સુધી કોથળામાં રાખનારા હત્યારાને 25 વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
7 વર્ષ અગાઉ કાપોદ્રાના ચાર વર્ષીય દીપ અપહરણ અને હત્યાકાંડમાં સેશન્સ કોર્ટે આરોપી રાહુલ કાવાણીને 25 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ત્રણ લાખના દંડનો હુકમ કર્યો હતો. રૂપિયા 23.50 લાખની લોન ભરપાઈ નહીં કરી શકતા આરોપી નાણાભીડમાં સપડાયો હતો અને પોતાના જ ભાડૂતના પુત્રનું અપહરણ કરી ખંડણીની માગ કરી હતી. જો કે, સમગ્ર મામલાની જાણ પોલીસને ગણતરીના કલાકમાં જ થઈ જતાં આરોપીએ ચાર વર્ષીય માસુમને દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી અને લાશ કોથળામાં પોતાના રૂમમાં સંતાડી હતી.

સમગ્ર કેસની વિગત મુજબ યોગીચોકની શિવદર્શન સોસાયટીમાં રહેતા આરોપી રાહુલ રમેશ કાવાણીએ સોસાયટીમાં જ એક રૂમ આ કેસના ફરિયાદીએ એવા વિપુલ ત્રાપસિયાને ભાડેથી આપ્યુ હતુ . જ્યાં તેઓ પોતાની પત્ની અને ચાર વર્ષીય પુત્ર દીપની સાથે રહેતા હતા. આ દરમિયાન આરોપી રાહુલે પોતાની માત દયાબેનના નામે ઍમ્બ્રૉઇડરી મશીન ખરીદવા માટે બેન્કમાંથી રૂપિયા 23.50 લાખની લોન લીધી હતી. જો કે, આરોપીએ મશીન નહીં ખરીદતા બેન્ક દ્વારા લોનની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી.

નાણાભીડનો સામનો કરી રહેલાં આરોપીએ પોતાના જ ભાડૂતના ચાર વર્ષીય દીકરાનું અપહરણ કરી ખંડણી માગવાનો કારસો રચ્યો હતો. જેના અનુસંધાનમાં આરોપીએ તા. 9મી ઓગષ્ટ, 2012ના રોજ સવારે 11 કલાકે દીપને પોતાની બાઇક પર બેસાડીને વરાછા સ્થિત જગદીશનગર-2, પ્લોટ નંબર-45ના ત્રીજા માળે પોતાના જ ભાડાના રૂમ પર લઇ ગયો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને ખંડણી માટે ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, પોલીસને જાણ થઇ ગઈ હશે એની બીકે આરોપીએ ફોન પર વાત કરી નહતી. ત્યારબાદ આરોપી રાહુલ ડરી ગયો હતો અને જો દીપને છોડી મૂકે તો તેણે જ અપહરણ કર્યું છે એ વાત જાહેર થઈ જશે એ બીકે તેણે માસુમ દીપને દોરી વડે ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ આરોપીએ દીપની લાશ કોથળામાં ભરીને પોતાના રૂમમાં જ 48 કલાક સુધી સંતાડી દીધી હતી.

વેફરના દુકાનદારે પણ કોર્ટમાં જુબાની આપી
સમગ્રે કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કરીટી પાનાવાલા તેમજ કુ. સમીરા મલેકે દલીલો કરી હતી કે અગિયાર વાગ્યે અપહરણ કરવામાં આવ્યુ અને 15 જ મિનિટમાં આરોપી દુકાનમાંથી વેફર્સ લેતા જોવા મળ્યો હતો. દુકાનદારે પણ કોર્ટમાં જુબાની આપી હતી. ઉપરાંત આરોપીએ રૂમનું તાળું ખોલીને દીપની લાશ બતાવી હતી. જે પરથી પણ તેણે જ ખૂન કર્યાનુંં સાબિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...