તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ પતિએ પત્નીની છેડતી કરી ને દીકરીના હાથમાં બચકું ભરી લીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભલે કોર્ટે છૂટાછેડા આપ્યા હોય, હું તને આજે છોડીશ નહિ એમ કહી પૂર્વ પતિએ પત્નીની છેડતી કરી દીકરીના હાથમાં બચકું ભરી બન્ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે અઠવા પોલીસ દોડી આવી હતી. પોલીસે પૂર્વ પતિને પોલીસ સ્ટેશનમાં લાવી હતી. જ્યા પૂર્વ પતિ સાજીદ કાંગોલીયા(રહે.નાનપુરા)એ પીએસઓ ભરતભાઈ સાથે માથાકૂટ કરી તેનો કોલર પકડી ઝપાઝપી કરી હતી. અઠવા પોલીસમાં મહિલાએ તેના પૂર્વ પતિ સામે ગુનો નોંધાવ્યો હતો ઉપરાંત અઠવા પોલીસના પીએસઓ ભરતભાઈએ પણ સરકારી કામમાં રૂકાવટનો ગુનો સાજીદ સામે નોંધાવ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે, મહિલા અને તેના પૂર્વ પતિને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. તે વખતે પોલીસ મહિલાની વાત સાંભળી રહી હતી. એટલામાં આવેશમાં આ‌વીને સાજીદએ પીએસઓની સાથે મારામારી પર ઉતરી આવ્યો હતો.

અઠવા પોલીસે ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ
સિવિલમાં દાખલ સાજીદ જણાવ્યું હતું કે ‘ હું ફેરી કરી કાપડનો ધંધો કરૂ છું. બે વર્ષ અગાઉ મારી પત્નીએ મને ઘરમાંથી કાઢી મુક્યો એટલે બે વર્ષથી ટેરેસ પર રહું છું. અમારા છુટાછેડા થયા નથી કોર્ટમાં બોલાવ્યો હતો ત્યારે મે સમાધાન કરવાનું કહ્યું હતું અને ત્યાર પછી મને ક્યારેય કોર્ટમાં બોલાવ્યો નથી. બુધવારે સવારે મારી માતાએ બાસ્કેટ લીધું હતું તે બાબતે મારી પત્ની અને માતા વચ્ચે ઝઘડો થયો હતો. તે બાબતે અમારી બોલાચાલી થઈ હતી. સવારે 9 વાગ્યે પોલીસ આવી હતી અને તમારી પત્નીએ ફરીયાદ કરી છે કહી મને સાથે લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ જીપમાંથી ઉતારી મારતા મારતા લોકઅપ સુધી લઈ ગયા હતા. ત્યાં બીજા પાંચ સાત પોલીસ વાળા આવ્યા અને મને નીચે પાડી દઈ માર માર્યો હતો. મારો ભાઈ મકબુલ પોલીસ સ્ટેશન આવ્યો ત્યારે મને પોલીસે ખુબજ માર્યો હોવાની તેને જાણ થતા તે સીપી પાસે ગયો અને રજુઆત કરી હતી. ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સમાં મને સિવિલ લઈ આવ્યા હું બેભાન હતો. પોલીસે પોલીસ સ્ટેશનની બહાર હું પડી ગયો હોવાનું ખોટુ લખાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...