તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનોના ફૂડ મેનૂમાં સુરતના ખમણની ડિશ જોવા મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ જેવી પ્રિમિયમ ટ્રેનોનું ખાણીપીણીનું મેનૂ બદલાઈ રહ્યું છે. નવા મેનૂમાં સુરતના ખમણની સાથે સાથે પનીર સહિતના શાક, દાળ, ભાત, ઇડલી, ઢોસા, સંભાર, બિરયાની, ઢોકળા અને બટાટા પૌવા જેવી રિજનલ ડિસ સમાવેશ કરવામાં આવી રહી છે. રેલવે બોર્ડે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોપોરેશને પ્રિમિયમ ટ્રેનના મેનૂમાં સુધાર કરવાની સાથે રજિનલ ડિસ સમાવેશ કરવાનો આદેશ કરી દીધો છે.

પ્રિમિયમ ટ્રેનના મેનૂ બનાવાની સત્તા આઇઆરસીટીસી પાસે રહેશે. છેલ્લા કેટલાક સમયથી પ્રિમિયમ ટ્રેનોમાં એક સરખુ જ શાકાહારી અને માંસાહારી ભોજન અપાતું હતું. આઇઆરસીટીસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસના ફૂડ મેનૂ બે અઠવાડીયામાં બદલાઈ જશે. અને રાજ્યના જાણીતા ભોજનને સામેલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો