તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખજોદના કચરાના ઢગલાની આગ બીજા દિવસે પણ બેકાબૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર કચરાના ઢગલામાં લાગેલી આગ બીજા દિવસે પણ કાબૂમાં આવી નથી. છેલ્લા 24 કલાકથી ફાયર ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. સાઇટ પર 20 લાખ મેટ્રીક ટન કચરાે હોઇ અને પવનના કારણે આગ વધુ ફેલાઇ છે. હાલમાં ચારે તરફ કચરામાં આગ ફેલાતા નજીકનો વિસ્તાર ધુમાડામય બની ગયો છે. ધુમાડાથી ખજોદ નજીકના રહીશોની હાલત કફોડની બની છે.

ફાયર વિભાગે જણાવ્યું કે પવન વધારે હોવાથી આગ કાબૂ કરવામાં ભારે તકલીફ પડી રહી છે. કચરાના મોટા મોટા ઢગલા હોવાથી સતત પાણીનો મારો ચલાવાથી કાદવના ખાબોચિયા થઇ ગયા છે. ફાયરના વાહનો લઇ જવામાં પણ તકલીફ પડી રહી છે. 400થી 500 ફુટ અંદર સુધી પાઇપ લંબાવવી કામગીરી કરવામાં આવી રહી છે. આવતીકાલે પણ આગ સંપૂર્ણ કાબૂમાં આવે એવી શક્યતા જણાતી નથી.
અન્ય સમાચારો પણ છે...