તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિંડોલીમાં 4 સંતાનના પિતાએ નોકરી મામલે આપઘાત કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવાગામ ડિંડોલી ખાતે રહેતા ચાર બાળકોના પિતાને તેના પિતાએ નોકરી બાબતે ઠપકો આપતા ગળે ફાંસો ખાઇ લીધો હતો આવા જ એક અન્ય બનાવમાં વડોદગામ રહેતી ૨૪ ‌વર્ષિય પરિણીતાએ ડાયાબીટીશની બિમારીની દવા ચાલતી હોય દવાના ખર્ચને લઇ ચિંતામાં રહેતી પરિણીતાએ પણ ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.ઘટના અંગે મળતી માહિતી મુજબ ડિંડોલી નવાગામ ખાતે ગાયત્રીનગર વિભાગ-૧માં રહેતા અને મુળ યુ.પી.ના ઝોનપુરના વતની અ‌ંબિકાપ્રસાદ શ્રીપ્રકાશ ઉપાધ્યાય (ઉ.વ.૩૫)ને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. દરમિયાન ગુરુવારે સાંજે અંબિકા પ્રસાદને તેના પિતાએ નોકરી બાબતે ઠપકો આપતા પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.અન્ય બનાવમાં વડોદગામ ઇન્દીરાનગરમાં રહેતી રેખાદેવી રજનીશ રજક (ઉ.વ.૨૪)એ શુક્રવારે બપોરે પોતાના ઘરે છતના એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. મૃતકને ત્રણ સંતાનો છે. છ વર્ષથી તેની ડાયાબીટીશની બિમારીની દવા ચાલી રહી હતી. સારવારનો ખર્ચ વધુ થતો હોય તેને કારણે રેખાદેવી તણાવમાં રહેતી હતી. દરમિયાન આજરોજ તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો