તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું વિસ્તરણ 2022માં પૂર્ણ થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના એક્સપાન્સનું કામ 2020માં નહીં પણ 2022માં પૂર્ણ થશે. આ વાત સિવિલ એવિએશન મંત્રી હરદિપસિંહ પુરીએ લોકસભામાં જણાવી છે.

સુરતના સાંસદ દર્શના જરદોષે લોકસભામાં પ્રશ્ન કર્યો હતો કે, એરપોર્ટ પર 3 કે 4 વિમાન સાથે હોય તો અન્ય વિમાન રનવે પર ઊભુ રાખવાની નોબત આવતી હોય છે. આ સાથે વિમાનોની સંખ્યા વધી જતાં ટર્મિનલ બિલ્ડિંગમાં મુસાફરોનો જમાવડો થઈ જાય છે તો
એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું એક્સપાન્સનું કામ કયા સુધીમાં પૂર્ણ થશે. જેનો વળતો જવાબ એવિએશન મંત્રી હરદિપસિંહ પુરીએ આપ્યો છે. મંત્રીએ વધુમાં કહ્યું કે, એર ઈન્ડિયા પાસે સુરતથી વધુ ફલાઈટ ઉડાવવા માટે અસમર્થ છે. જેટલા વિમાનો છે તેટલા તમામને અગાઉની યોજના અને બજારની માંગને પુરી કરવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.

ટર્મિનલ બિલ્ડિગમાં 28 જેટલી જગ્યાએ સેનેટાઇઝર મુકાયા

કોરોના વાયરસથી પેસેન્જરોને બચાવવા માટે એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં 28 જગ્યાએ સેનેટાઇઝર મુકાયા છે. તે સા થે જ્યાં પણ પેસેન્જરો બેસતા કે હાથ લગાડતા હોય એટલે કે, એક્સલેટર સહિતની જગ્યાઓ પર દર બેથી ત્રણ કલાકે સાફ સફાઇ કરાય રહી છે અને તે પણ ડબલ્યુએચઓએ જણાવેલા કેમિકલથી કરાય રહી છે. તેવું ડિરેક્ટર અમન સૈનીથી જણાયું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો