તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક બેકારીથી માનસિક તાણમાં વૃદ્ધે આપઘાત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ લિંબાયતમાં છેલ્લા પાંચેક વર્ષથી બેકારીને કારણે માનસિક તણાવમાં આવી ગયેલા વૃદ્ધે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આપઘાતના અન્ય એક બનાવમાં ડાયાબિટીસની બિમારીથી પીડાતા યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

લિંબાયત નિલગીરી સર્કલ પાસે કલ્પના સોસાયટી ખાતે રહેતા શાંતારામ ઓમકાર ખોડે(64) છેલ્લા પાંચેક વર્ષથી બેકાર હતા. તેમનો પુત્ર સલુનનું કામ કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બેકારીને કારણે શાંતારામભાઈ માનસિક તણાવમાં રહેતા હતા. દરમિયાન રવિવારે બપોરે તેમણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આપઘાતના અન્ય બનાવમાં અમરોલી અંજની ઈન્ડસ્ટ્રી ખાતે રહેતા નિરંજનભાઈ અભિમન્યુ જૈના(32) લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. છેલ્લા ચાર પાંચ મહિનાથી તેઓ ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. રવિવારે તેઓ દવાખાને ગયા હતા. દવાખાને થી પરત આવ્યા બાદ તેમણે અંદરની રૂમમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં ડાયાબિટીસની બિમારીને કારણે તેમણે પગલું ભર્યુ હોવાની પોલીસે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...