પેરેગ્રીન / વિશ્વમાં પેરેગ્રીન ફાલ્કનની ડ્રાઇવિંગ સ્પીડ સૌથી વધારે છે

કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં ફોટોગ્રાફર્સે ઇન્ડિયન સ્પોટેડ ઇગલ, લોન્ગ લેગ બઝાર્ડ અને લગાર ફાલ્કનના ફોટો ક્લિક...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 02:18 PM
Surat News - the driving speed of the peregrin falcon in the world is highest 034126
પેરેગ્રીન ફાલ્કન નામે ઓળખાતું આ પક્ષી એકદમ સ્પીડમાં આકાશમાંથી ડ્રાઈવ કરીને શિકાર કરે છે.

એની ડ્રાઇવિંગ સ્પીડ

દુનિયાના બધા

પક્ષીઓ કરતા સૌથી

વધારે હોય છે.

સુરત | સુરતના ફોટોગ્રાફર ડો.વિજયેન્દ્ર દેસાઈએ એમના ગ્રુપ સાથે કચ્છના રણમાં ફોટોગ્રાફી કરી હતી. કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં કરેલી ફોટોગ્રાફી વિશે ડો.વિજયેન્દ્ર દેસાઈએ પોતાના અનુભવ અને ફોટોગ્રાફસ શેર કર્યા હતા. કચ્છમાં ઘણા બધા પ્રકારના શિકારી પક્ષીઓ જેવા કે ગ્રેટર અને ઇન્ડિયન સ્પોટેડ ઇગલ, ઇમ્પિરિઅલ ઇગલ, લોન્ગ લેગ બઝાર્ડ, શોર્ટ ટોડ સ્નેક ઇગલ, સ્ટેપી ઇગલ, ટોની ઇગલ, બોનોલી ઇગલ, બૂટેડ ઇગલ, હની બઝાર્ડ, મોન્ટેગ્યુ હેરિયર,પેલિડ હેરિયર, લગાર ફાલ્કન, વેગેરે જેવા પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં અમને જોવા મળ્યા હતા.

ફોટોગ્રાફરના મત મુજબ, ઇન્ડિયન ડેઝર્ટ કેટ નામે ઓળખાતી આ બિલાડીની ફોટોગ્રાફી એકદમ અઘરી છે. અમે લકી હતા કે અમને એ પેહલા જ પ્રયત્નમા મળી ગઈ અને અમે એની સારી રીતે ફોટોગ્રાફી કરી શક્યા. આ કેટ એના નામ પ્રમાણે રણમાં એકદમ ખોવાઈ જાય છે એનો કલર આજુબાજુની જગ્યાને એટલો સમાન હોય છે કે એને શોધવું ખુબ જ અઘરું છે. દૂરથી તમને આવતા જોઈને એ જમીન પર એવી રીતે બેસી જાય કે તમને ખબર જ ના પડે કે એ ક્યાં છે અને જો એને લાગે કે તમને ખબર પડી ગઈ તો એ ફુલ સ્પીડમાં ભાગીને થોડી જ વારમાં ગાયબ થઇ જાય છે.

ઇન્ડિયન ડેઝર્ટ કેટ

મર્લિન

મર્લિન નામે ઓળખાતું આ ફાલ્કન ફેમિલીનું બર્ડ સાઈઝમાં એકદમ નાનું હોય છે અને એની ફ્લાઇંગ સ્પીડ અને ઉડવાની સ્ટાઇલ એવી હોય છે કે, એ શિકારની એકદમ નજીક પહોંચી જાય છે ત્યારે શિકારને ખબર પડે છે.

Surat News - the driving speed of the peregrin falcon in the world is highest 034126
Surat News - the driving speed of the peregrin falcon in the world is highest 034126
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App