તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુમસ રોડ પર સ્ટંટ કરતી કારના ચાલકે બાઇક ચાલકને ઉડાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુમસ રોડ પર બુધવારે મોડીરાત્રે 4 થી 5 કારો ફુલ સ્પીડમાં નીકળી હતી. જેના કારણે એક કારચાલકે બાઇકચાલકને પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજા થઈ હતી. કારનો ચાલક કાર લઈને ભાગી ગયો હતો. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં મેહુલ નામના યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ ઘટના ડુમસ રોડ પર જગુઆર શોરૂમની સામે બની હતી. ઉમરા પોલીસમાં મેહુલના મિત્ર દિપકે ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે આઈ-ટેન કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે. ફેમિલી સાથે ફરવા નીકળેલા એક વાહનચાલકે નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે 120થી વધુની સ્પીડમાં 4 થી 5 કારોની રેસ લાગી હતી. હું મોપેડ લઈને ફેમિલી સાથે ફરવા નીકળ્યો હતો અમે બચી ગયા હતા. મારી આગળ એક બાઇકવાળો સાઇડ ચલાવીને જતો હતો. તેને એક કાર ચાલકે પાછળથી ટક્કર મારી દીધી હતી. કારનો ચાલક તો ભાગી ગયો હતો. બાઇક ચાલકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...