તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુણામાં 8 કરોડના ખર્ચે ખાડીમાં ભળતું ગંદું પાણી ડાયવર્ટ કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાનગર પાલિકા દ્વારા શહેરના પુણામાં સીમાડા વિસ્તારમાં આવેલા વ્રજચોકથી સરદાર ચોક થઇ સાંકેતધામ ખાડી જંકશન સુધી ખાડીને સમાંતર ટીપી રોડ પર આરસીસી વર્ક સાથે ડ્રેનેજ લાઇન નાંખવામાં આવશે.

એટલું જ નહીં આ સાથે વરાછા ખાડીમાં જતા સ્ટ્રોમ આઉટલેટ પર ફલડગેટ મૂકવામાં આવશે. ફ્લડગેટ મૂકવાથી સ્ટ્રોમ લાઇનમાં જતા ગંદા પાણીને ડ્રેનેજ લાઇનમાં તબદીલ કરાશે. વરાછા ખાડીમાં દૈનિક 31 એમએલડી જેટલું ગંદું પાણી ઠલવાતું હતું. જેથી સુરત મહાનગર પાલિકા ડ્રેનેજ લાઇન નાંખીને ખાડીમાં જતું ગંદું પાણી સુએઝ પંપીગ સ્ટેશનમાં ડાયવર્ટ કરશે. આ કામગીરી પાછળ મહાનગર પાલિકાને રૂપિયા 8 કરોડ ખર્ચ થવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...