તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીરા વર્કર યુનિયને એસડીએ અને જીજેઇપીસીને પત્ર લખી વેરો રદ કરવા માંગ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબા સમયથી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો પાસેથી વ્યવસાય વેરો વસૂલાય છે. જેને નાબૂદ કરવાની માંગ ભૂતકાળમાં ડાયમંડ એસોસિએશન દ્વારા થઈ હતી. આ મુદ્દે ફરી ડાયમંડ વર્કર યુનિયન ફરી લડી લેવાની તૈયારીમાં છે. ત્યારે વ્યવસાય વેરો નાબૂદ કરાવવા માટે સુરત ડાયમંડ એસોસિએશન, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્ય સરકારને વ્યવસાય વેરાની લગતી સમસ્યાને લઈને રજૂઆત કરવી જોઈએ. આ મુદ્દે ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રણમલ જિલરીયાના જણાવ્યાનુસાર, વ્યવસાય વેરો ભરવા સામે વાંધો નથી, પણ જરૂરિયાતના સમયે રત્ન કલાકારોને પીએફ-ગ્રેજ્યુઈટી, ઈએસઆઈ, વીમો સહિતના ફેક્ટરી એક્ટ પ્રમાણે મળવાપાત્ર લાભ મળતા નથી. જેને લઈને હવે એસડીએ અને જીજેઈપીસીને વ્યવસાય વેરો નાબૂદ કરાવવાની રજૂઆત કરવા માંગ કરવામાં આવી છે. ડાયમંડ વર્કર યુનિયને લખેલા પત્ર અનુસાર, પાલિકા દ્વારા હીરાઉદ્યોગમાં કામ કરતાં રત્ન કલાકારો પાસેથી દર મહિને રૂ.200 લેખે વ્યવસાય વેરો વસૂલવામાં આવે છે. જેમને લેબર એક્ટ પ્રમાણે પીએફ, બોનસ, ગ્રેજ્યુઈટી, હક રજા પગાર સેવાનો લાભ મળતો નથી. તેથી રત્ન કલાકારો માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...