તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવ સ્ટોરી થીમ પર ડિઝાઇન કરાયેલો લહેંગો ડિસ્પ્લે કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતની એક હોટેલ ખાતે બ્લેક ટેક્સી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 45 સ્ટોલ રાખવામાં આવ્યાં હતાં. આ વર્કશોપમાં સુરતીઓ માટે વેસ્ટર્ન, ટ્રેડિશનલ અને વેડિંગ થીમ પર ગારમેન્ટ્સ ડિસ્પ્લે કરવામાં આવ્યાં હતાં. એ સાથે જ હેન્ડ મેડ પર્સ, ઇમિટેશન જ્વેલરી, વેસ્ટર્ન ગાઉન્સ, લહેંગા, ધોતી, જોધપુરી ફૂટવેર જેવા ફેશન ટ્રેન્ડ રજૂ કરવામાં આવ્યાં હતાં.

સુરતના ડિઝાઇનર વિશાખા શાહ દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘પ્રિન્સેસ સ્ટોરી’ લહેંગાએ સુરતીઓને આકર્ષ્યાં હતાં. આ ઘાઘરો પ્યોર રો સિલ્કમાંથી બન્યો હતો, જેને બનાવવા માટે એક મહિનાનો સમય લાગ્યો હતો, જેમાં એપ્લિક વર્ક કરી જૂટથી રોડ પર ચાલતી ગાડી બનાવવામાં આવી હતી. એ સાથે જ કિલ્લાની બહાર ઊભેલી પ્રિન્સેસની ડિઝાઇન પણ કરવામાં આવી હતી. આ પ્રકારની સ્ટોરી ડિઝાઇન્સ, વેડિંગ ડિઝાઇન, લવ સ્ટોરી જેવી ડિઝાઇન્સ વેડિંગ સીઝનમાં ટ્રેન્ડિંગ છે. આ એક્ઝિબિશનમાં સુરત, દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોલકાતા, જયપુર અને કચ્છથી ડિઝાઇનર્સ આવ્યાં હતાં. રેગ્યુલર વેરમાં ધોતી અને ક્રોપ ટોપનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

સુરતની સાથે દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોલકાતા, જયપુર અને કચ્છથી ડિઝાઇનર્સ આવ્યા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો