તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિનેશ નાવડિયાની ઉમેદવારી રદ કરવા અંગેનો નિર્ણય પેન્ડિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેમ્બરના ઉપપ્રમુખ પદના ઉમેદવાર દિનેશ નાવડિયાની મેનેજીંગ કમિટીની મીટીંગમાં ઓછી હાજરીના કારણે ઉમેદવારી રદ્દ કરવાની માંગ પર મંગળવારે ચેમ્બરની ચૂંટણી કમિટીએ નિર્ણય પેન્ડિંગ રાખ્યો છે. આજે કાનૂની અભિપ્રાય મેળવ્યા બાદ 5 માજી પ્રમુખોની કમિટીની નિર્ણય કરશે. સોમવારે ચેમ્બરના ઉપપ્રમુખ પદના ઉમેદવાર નિતિન ભરુચાએ મેનેજીંગ કમિટીની મેનેજીંગ કમિટીની મીટીંગમાં અન્ય ઉમેદવાર દિનેશ નાવડિયાની ગેરહાજરીઓને લઈને પ્રશ્ન ઉભો કરી તેમની ઉમેદવારી રદ કરવા વકીલ ઝમીર શેખ મારફતે ચેમ્બરની ચૂંટણી કમિટીને લીગલ નોટીસ આપી હતી. આ નોટીસ સંદર્ભે મંગળવારે ચેમ્બરની ચૂંટણી કમિટીના ચેરમેન પી.એમ.શાહ, સી. એસ. જરીવાલા, પરેશ પટેલ, કમલેશ યાજ્ઞિક અને મહેન્દ્ર કતારગામવાળાની પાંચ સભ્યોની કમિટીએ બેઠક યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...