તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંડેસરામાં કરંટ લાગતા યુવકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંડેસરામાં પાણી-પુરીની ભઠ્ઠી ઝડપથી સળગાવવા માટે ચાલુ કરેલો ટેબલ ફેન બંધ કરતી વખતે ખુલ્લા વાયરના સંપર્કમાં આવી જતાં કરંટ લાગવાથી યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે અક્સમાત મોતની નોંધ કરી છે.

વડોદગામ લક્ષ્મીનગર ખાતે રહેતા કલ્યાણસિંહ રામઅવતાર બધેલ(23) પાણીપુરીનો ધંધો કરતા હતા. મંગળવારે સાંજે ઘર નજીક ખુલ્લી જગ્યા પાસે પાણી પુરીની ભઠ્ઠી ઝડપથી સળગાવવા માટે ભઠ્ઠી પાસે ટેબલ ફેન લગાવ્યો હતો. આ ટેબલ ફેન બંધ કરતી વખતે સ્વીચ બંધ કર્યા વિના વાયર છુટ્ટો પાડતી વખતે ખુલ્લા વાયરના સંપર્કમાં આવી જતા કરંટ લાગવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અક્સમાત મોતની નોંધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો