તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતંગ ચગાવતાં વૃદ્ધનું ધાબેથી પટકાતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સગરામપુરા હળદીયા શેરી વીતરાગ દર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા મહેન્દ્રભાઈ મણિલાલ વળતિયા(77) નિવૃત્ત જીવન વિતાવતા હતા. મહેન્દ્રભાઈ પતંગ ચગાવવાના શોખીન હોય રવિવારે સાંજે પોતાના એપાર્ટમેન્ટના ટેરેસ પર પતંગ ચગાવતા હતા. પતંગ ચગાવતી વખતે તેમનો પગ પાણીના પાઈપમાં ભેરવાઈ જતાં તેમનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તેઓ ધાબા પર પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રભાઈ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પટિલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...