ફરવા આપેલી કાર પરત ન કરતાં ગુનો
વરાછામાં યુવક પાસેથી મિત્રતામાં ફરવા માટે કાર લઈ જનાર યુવકે કાર પરત નહીં કરતા તેના વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ન્યૂ કોસાડ રોડ પર સ્વીટ હોમ્સમાં રહેતા દિપક કાળુભાઈ ગાબાણી કપડાનો વ્યાપાર કરે છે. દિપકના મિત્ર લાલજી અરવિંદ શીયાળે દિપકને કહ્યું કે તેના હાલમાં લગ્ન થયા છે. પાનેરા ફરવા જવું છે એવું કહીને કાર માંગી હતી. દિપકે મિત્રતામાં લાલજીને 10 માર્ચના રોજ તેની કાર આપી હતી. હાલમાં 5 લાખ રૂપિયાની કાર લાલજીએ પરત આપી જ નહીં. દિપકે લાલજી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.