• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News The Court Allowed The Prisoners To Leave After The Court The Police Petitioned The Accused Or Shatir To Investigate Soon 072023

રંગેહાથ પકડી જવા દીધા : કોર્ટ બાદ પોલીસને અરજી કરી કે આરોપી શાતીર, જલ્દી તપાસ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારના ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ ના અભિયાન વચ્ચે વરાછાની જીવનજ્યોત હોસ્પિટલમાં સામે આવેલાં ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ મામલે મંગળવારે જિલ્લા આરોગ્ય અધિકારીએ પોલીસ કમિશનરને અરજી આપી આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ કરવા જણાવ્યું હતું. અરજીમાં ઘટસ્ફોટ કરાયો હતો કે, ગેરકાયદે હોસ્પિટલમાં ઘણાં વર્ષોથી ગેરકાયદે રીતે ભ્રૂણ પરીક્ષણ કરવામાં આવતું હતું અને ભ્રૂણની હત્યાઓ પણ કરવામાં આવી અને આરોપીઓએ આવા કૃત્યો કરવામાં માટે દલાલોની પણ નિમણૂક કરી હતી. નોંધનીય છે કે સોમવારના રોજ જ આ કેસમાં કોર્ટ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં કોર્ટે 2 આરોપી ડોક્ટર સહિત કુલ 6 જણાને 24મી મેના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવાનો હુકમ કરાયો હતો.

તા. 9મી મેના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ડો. દિનેશ બાબુ વાડદોરિયા અને ડો. સાગર કાળુ પટેલની જીવન જ્યોત હોસ્પિટલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ ન હતી અને ગેરકાયદે સોનોગ્રાફી મશીન લાવી સગર્ભાઓનું સોનોગ્રાફી કરતા હતા.

કાળો કારોબાર

ઊંઘતી સરકાર

ગેરકાયદે ગર્ભ પરીક્ષણ મામલો: જિલ્લા આરોગ્ય અધિકારીએ કમિશનરને અરજી કરી ગુનો નોંધવા કહ્યું
અરજીમાં આ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો
હોસ્પિટલના દલાલો મોટાભાગે રિક્ષા ડ્રાઇવરો છે, જેઓ દલાલી પેટે મોટી રકમ મેળવે છે.

આરોપીઓ પોતાના રિક્ષા ડ્રાઇવર-દલાલો હસ્તક આવેલાં પેશન્ટોનું જ ગર્ભ-જાતિ પરીક્ષણ કરે છે અને અત્યાર સુધી તેઓએ મોટી સંખ્યામાં ગેરકાયદેસર જાતિ પરીક્ષણ કર્યું છે.

ભ્રૂણ હત્યા માટે હોસ્પિટલમાં બીએચએમએસ ડોક્ટરો દ્વારા ઓપરેશન થિયેટર પણ બનાવાયું.

આરોપીઓ ખૂબ જ શાતીર મગજના છે અને તબક્કાવાર પુરાવા નાશ કરવાની ટેવવાળા છે અને અત્યાર સુધી સુયોજિત ષડયંત્ર ગેરકાયદેસર ગર્ભ જાતિ પરીક્ષણ તથા સ્ત્રી ભ્રૂણ હત્યા કરવા માટેનું સ્કૅન્ડલ ચલાવતા આવ્યા છે અને આ ગેરકાયદે કામ માટે મોટી રકમ પણ વસુલી છે.

હાલ પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓની સંખ્યા સતત ઘટી રહી છે. જેની પ્રતિકૂળ અસર સમાજ પર પડી રહી છે. તે માટે આવા પ્રકારના સ્કેન્ડલો જવાબદાર છે.

સ્થળ પરથી આરોપીઓના મોબાઇલ સીલ કરી કબજે કર્યા છે. બીજા પુરાવા છે આથી ફિલ્ડ પર કાર્યરત પોલીસ અધિકારી સચોટ તપાસ કરી શકે તેમ હોય હાલની ફરિયાદ અપાઇ છે. રિક્ષાવાળાઓની નંબરનું લીસ્ટ પણ તપાસમાં મદદ કરશે.

લીગલ એક્સપર્ટ કહે છે કે, હવે બધું જ પોલીસ કમિશનરના હાથમાં છે. તેઓ આ કેસમાં તપાસનો હુકમ આપી શકે છે. એફઆઇઆર કરવા કહી શકે, તપાસ ક્રાઇમ બ્રાન્ચ કે લોકલ પોલીસ સ્ટેશનને આપી શકે. ફરિયાદ નોંધાઈ તો 60 દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરવી પડે. જેમાં એફએસએલના પુરાવાઓ પણ હોય. ત્યારબાદ કોર્ટમાં થયેલી ફરિયાદ અને પોલીસ ફરિયાદ બંને એક સાથે ચાલે. એડવોકેટ મુખત્યાર શેખ કહે છે કે, આ કેસમાં જેમ-જેમ પુરાવાઓ એકત્રિત થાય તે મુજબ આઇપીસીની કલમો પણ ઉમેરાતી જશે. પીએનડીટીની કલમ 23 અને 25 પણ લાગી શકે છે. જેમાં મહત્તમ સજાની જોગવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...