તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે પોલીસે ખાનગી ફંડથી ચોકી બનાવી અને કસ્ટડી પણ ઊભી કરી દેતાં વિવાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સુરત જીઆરપી દ્વારા ખાનગી ખર્ચે રેલવેની હદમાં પોલીસ ચોકી ઉભી કરી દેતાં વિવાદ થયો છે. રેલવે પોલીસ સ્ટેશનની બાજુમાં જ પોલીસ દ્વારા એક ચોકી બનાવી કસ્ટડી પણ ઉભી કરી દેવાઇ છે. જોકે આ મામલે રેલવે પાસે કોઈ પરવાનગી પણ મંગાઇ નથી કે કોઈ પ્રકારનો પત્રવ્યવહાર પણ કરાયો નથી. ખાનગી ફંડમાંથી રેલવેની હદમાં ચોકી ઉભી કરી દેવાઈ હોવાની જાણ સુરત રેલવે સ્ટેશન ડાયરેક્ટર સીઆર ગરુડાને થતાં તેમણે જણાવ્યું હતું કે રેલવે પરિસરમાં કોઈ પણ પ્રકારના નિર્માણ માટે મંજૂરી જરૂરી છે. રેલવેનો એન્જીનીયરિંગ વિભાગ નિર્માણની ડિઝાઇનને મંજૂરી આપે એ પછી જ નિર્માણ થઇ શકે. રેલવે પોલીસ દ્વારા ચોકી ઉભી કરી દેવા બાબતે એવો ખુલાસો કરાયો છે કે હાલના પોલીસ મથકમાં લોકઅપની સ્થિતિ સારી નથી.

જેથી તહોમતદારોના માનવ અધિકારોનું હનન ન થાય એ માટે અલગ ચોકી ઉભી કરી કસ્ટડી બનાવી છે જે બાબતની મૌખિક મંજૂરી મેળવી છે. જોકે, રેલેવેના વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કેટલાક ગોરખધંધાર્થીઓએ પણ ચોકી ઉભી કરવા સહયોગ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો