પલસાણામાં કેમિકલ છોડતી કંપનીને રૂ. 50 લાખનો દંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | સુરત, પલસાણા

કડોદરા પાસે વહેલી સવારે ખાડીમાં ઝેરી કેમિકલ છોડવા જતા બે વ્યક્તિના મોત થયાના પ્રકરણમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ઝેરી કેમિકલનું ઉત્પાદન કરતી કંપની અને ટ્રાન્સપૉર્ટ કંપનીને રૂ. 50 લાખનું વળતર ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે.

અંકલેશ્વરની કંપનીઓમાંથી નિકળતું ઝેરી કેમિકલ સુરત જિલ્લામાંથી પસાર થતી ખાડીમાં છોડી દેવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ગત તા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે સુરત જિલ્લાના કડોદરા ખાતે વહેલી સવારે ખાડીમાં કેમિકલ છોડતી વખતે છુટેલા ગેસથી ગુંગળાઇને ભવાન ભરવાડ અને ભરત સાથીયાના મોત થયાં હતાં. આ બનાવ બનતા પોલીસ દોડતી થઇ હતી અને ગુનો દાખલ કરી તપાસ કરી હતી. જેમાં આ કેમિકલ આપનાર અંકલેશ્વર જીઆઇડીસીની પ્રહરી પીગમેન્ટ કંપની ઉપરાંત ટ્રાન્સપોટર્સ કંપની આયુષિ એન્ટરપ્રાઇઝ, રચના કેમિકલ, તથા ભેસ્તાનની મહાવીર ટ્રાન્સપોર્ટના નામ બહાર આવ્યા હતા. કેટલાક આરોપીઓએ તો ગુજરાત હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા છે. આ મામલે પર્યાવરણ પ્રેમી એમ.એસ.એચ.શેખે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નવી દીલ્હીમાં ફરિયાદ કરતાં સુઓમોટો કેસ દાખલ કરાયો હતો. આ કેસની સુનાવણીની અંત ટ્રીબ્યુનલ વચગાળાના વળતર પેટે રૂ.50 લાખ ઉત્પાદક અને ટ્રાન્સપૉર્ટ કંપનીએ જીપીસીબીમાં જમા કરાવવા માટે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...