તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટર-DEOએ 6 કલાક રાહ જોઈ પરંતુ ખાનગી શાળા સંચાલકો મીટિંગમાં ન આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે 400 શાળા બંધ નહીં રહે તે માટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કલેક્ટર ડો. ધવલ પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે બેઠક કરવા ક હ્યું હતું. પણ આ બેઠકમાં 400 શાળા બંધ રહેશે તેવું એલાન કરનારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જ હાજર રહી ના હતી. કલેક્ટર ડો. ધવલ પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ સાંજે 4:00થી મોડી રાત્રે 10:00 કલાક સુધી રાહ જોતા જ રહી ગયા હતા. શિક્ષણવિદો જણાવી રહ્યા છે કે, શાળાઓનો વિરોધ યોગ્ય જ છે. પરંતુ 400 શાળા બંધ રાખીને હજારો વિદ્યાર્થીઓના અભ્યાસને બાનમાં લેનારાની વિરોધ પધ્ધતી ખોટી છે. રવિવારની મિટિંગ અંગે DEOએ ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી.

વાઇટ-બ્લેક પહેરી આવેદન આપીશું
 સોમવારે મંડળની શાળાઓ બંધ છે. મંડળના સંચાલકો વાઇટ શર્ટ-બ્લેક પેન્ટ પહેરીને ઇન્ચાર્જ સીપી, કલેક્ટર અને ડીઇઓને આવેદન આપીને વિરોધ નોંધાવીશું. ડો. દીપક રાજ્યગુરૂ, અધ્યક્ષ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

અડધો કલાકમાં આવીએ એવું કહી રાત્રી સુધી આવ્યા જ નહીં
 મિટિંગ માટે અમે મંડળને ફોન કર્યો, ત્યારે અડધો કલાકમાં આવીએ છીએ એવું કહ્યું. ત્યાર પછી પણ અમે ફોન કરતા એક કલાક પછી આવવાનું જણાવ્યું. મોડી રાત સુધી તેઓ આવ્યા જ નહીં. મોડી રાત્રે મેસેજ કરીને શાળા શરૂ રાખવા અંગે જાણ કરી હતી. બંધ શાળાઓનો સરવે કરીને શિક્ષણ વિભાગને રિપોર્ટ મોકલીને કાર્યવાહી કરીશું. એચ. એચ. રાજ્યગુરૂ, જિલ્લા શિક્ષણાધિકારી, સુરત

...તો અમે કડક કાર્યવાહી કરીશંુ
 મારી શાળાઓને અપિલ છે કે, વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એટલે શાળા ચાલુ રાખવી. સોમવારે જે પણ શાળાઓ બંધ હશે તેની સામે શિક્ષણ વિભાગના અભિપ્રાય મુજબ કાર્યવાહી કરાશે. ડો. ધવલ પટેલ, કલેક્ટર, સુરત

બાળકોનો અભ્યાસ

બગાડવો યોગ્ય નથી
 જે વાલીઓની ભૂલ છે, તેની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. પણ 400 શાળા બંધ રાખીને હજારો બાળકોનો અભ્યાસ બગાડવો તે યોગ્ય નથી. જેથી અમે રાબેતા મુજબ બાળકોને શાળાએ મોકલીશું. ઉમેષ પંચાલ, વાલી મંડળ, સુરત

અન્ય સમાચારો પણ છે...