કુલપતિના નિમણૂકના વિવાદ મુદ્દે CM તપાસ કરાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા દોઢ વર્ષથી વિવાદોમાં ઘેરાયેલા યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંકનો મામલો હવે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. ત્રણ સિન્ડિકેટ સભ્યો અને ભાજપ અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રીએ તપાસ કમિટી રચવાની ખતરી આપી છે.

યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાની લાયકાત ન હોવા છતાં તેમની કરાયેલી નિમણૂંક લાંબા સમયથી વિવાદનો મુદ્દો બન્યો છે. આ મામલે હાઇકોર્ટમાં તેમની નિમણૂંકને પડકારવામાં આવી છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય કશ્યપ ખરચીયા, સંજય દેસાઇ અને મહેશ મહિડા ઉપરાંત જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ હિતેન્દ્ર વાસીયાએ મુખ્યમંત્રીને કુલપતિની નિમણૂંક રદ કરવા રજૂઆત કરી છે. ટીચિંગનો અનુભવથી લઈને તમામ વિગતોની માહિતી સાથે રજૂઆત કરાઈ છે. સિન્ડિકેટ સભ્યોની આ ફરિયાદને ધ્યાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે કમિટી રચીને તપાસ કરાવવાની ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...