તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉધનામાં યુવકને સિગારેટ પીવાનું એક લાખમાં પડ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉધના-મગદલ્લા રોડ નવજીવન સર્કલ સ્વામી ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીની બહાર આવેલા પાનના ગલ્લા પર સિગારેટ પીવા માટે ગયેલા ખાતાના સુપરવાઈઝરની નજર ચુકવી ત્રણ બદમાશોએ મોપેડની ડીકીનું લોક ખોલી તેમાંથી એક લાખની રોકડ ચોરી કરી ભાગી ગયા હતા.

વધુમાં રોહન દિનદયાલ કવરાણા (ઉ.વ.23) ઉધના સિલીકોન શોપર્સમાં આવેલી આંગડીયા પેઢીમાંથી ખાતાના 1.22 લાખની રોકડ લઈ મોપેડની ડીકીમાં મુકી ખાતા પર જતા હતા. દરમિયાન ખાતાની બહાર આવેલા પાનના ગલ્લા પાસે રોહનને મોપેડ પાર્ક કરી સિગારેટ પીવા માટે ગયોને બે અજાણ્યાએ તેમની પાસે આવી નજર ચુકવી ત્રીજા સાગરીતે ડીકીનું લોક ખોલી 1.22 લાખની રકમ પૈકી 1 લાખની રોકડની ચોરી કરી ફરાર થયા હતા. ખટોદરા પોલીસે કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો