તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મીડિયામાંથી કેસ શોધાયો, હરાજી કરી ITએ 20 લાખ મેળવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઇટીમાં આજે કેમિકલ કંપનીના શેરની યોજવામાં આવેલી હરાજીમાં રૂપિયા 20 લાખ ઉપજ્યા હતા. મંગળવારની રોજ યોજાયેલી હરાજીમાં કુલ પાંચ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ હરાજીમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે 7 વર્ષ જુના આ કેસમાં અધિકારીઓએ એક સમયે રિકવરી નહીં આવે એ અંગેનો રિપોર્ટ તૈયાર કરી લીધો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર જ્યારે એક અધિકારીએ સર્ચ કર્યું તો કંપનીની કેટલીક માહિતી મળી આવી હતી તેના આધારે સેબીમાંથી ડુપ્લીકેટ શેર સર્ટિફિકેટ મેળવાયા હતા.

વર્ષ 2010-11માં આઇટી દ્વારા કાશી એક્સપોર્ટ પર દરોડા પાડ્યા હતા. રૂ.3 કરોડની રિકવરી હોવા છતાં અધિકારીઓ તે ટેક્સ રૂપે જમા લઇ શક્યા ન હતા. સાત વર્ષ બાદ આ રિકવરીને માંડી વાળવાનો રિપોર્ટ તૈયાર કરાયો હતો. જો કે, એક ઉચ્ચ અધિકારીએ જ્યારે સોશિયલ મીડિયા પર એક શેરના બાકી રહેલા ડિવિન્ડની યાદી જોઇ તેમાં માલિકનું નામ મળી આવ્યું હતું અને તેના નામે અલ્કાઇલ અમિન્સ કેમિકલ્સ લી.ના 2896 શેર મળ્યા હતા. આ શેર આખરે આઇટીએ જપ્ત કરતા માલિક દોડતો આવ્યો હતો. શેરની હરાજી કરવાની મંજૂરી આપી હતી. મંગળવારે સવારે એર સ્ટ્રાઇકની અસર શેર બજાર પર પડી હતી. કેમિકલ કંપનીનો શેર 700ની નીચે આવી ગયો હતો. ઇન્ડિયા ઇન્વેસ્ટ પ્રા. લિ.એ આ શેર રૂ.714માં ખરીદ્યો હતો. જેના રૂપિયા 20,67,744 ઉપજ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો