તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15મીએ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં મકર સંક્રાંતિ આર્થિક રીતે ફળદાયી રહેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
15મીની વહેલી સવારે થઈ રહેલી સૂર્યની મકર રાશિમાં સંક્રાંતિ દરમિયાન ચંદ્રનો શુક્રના નક્ષત્રમાં પ્રવેશ લક્ષ્મીદાયક રહેશે. સૂર્યોદય સમયે સૂર્યના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં સંક્રાંતિનો પુણ્યકાળમાં કરાયેલું દાન કારકિર્દી માટે ઉત્તમ રહેશે. લક્ષ્મીપૂજા, શિવપૂજા અને વિષ્ણુપૂજા આ 2 દિવસ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

વિક્રમ સંવત 2076ના વર્ષમાં સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે ઉત્તરાયણનો પ્રારંભ થઈ રહ્યો છે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે કહ્યું કે આ વર્ષે મકર સંક્રાંતિ 15મીએ વહેલી સવારે થઈ રહી છે. આગલા દિવસે 14મીએ સવારે સૂર્યાદય બાદ સવારે 7.56 કલાકે શુક્રના સ્વામીત્વનું પૂર્વાફાલ્ગુની નક્ષત્ર છે. જે સંક્રાતિ સમયે રાતે 2.09 કલાકે પણ છે અને સવારે 5.57 કલાક સુધી છે. ત્યારબાદ સૂર્યના સ્વામીત્વનું ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર છે. તેની સાથે મકર રાશિમાં સૂર્ય અને બુધ સાથે છે. સંક્રાંતિનો પુણ્યકાળ બુધવારે છે. આ સમયે ચંદ્ર સૂર્યના નક્ષત્રમાં હોવાથી પિતૃતર્પણ મોક્ષદાયક રહેશે. સૂર્યોદય સમયે ધન લગ્નની કુંડળીમાં સાતમો રાહુ ટેકનિકલ બાબતોમાં પ્રગતિ કરાવે. લગ્નમાં કેતુ આધ્યાત્મિકતામાં વધારો કરે. પરાક્રમ સ્થાનમાં શુક્ર અને ભાગ્યમાં ચંદ્ર છે. આમ સરવાળે જોવા જઈએ તો આ સંક્રાંતિ સમૃદ્ધિયોગ રચે છે. આ દિવસે કરાયેલી પ્રાર્થના, પૂજા કે દાન વર્ષ દરમિયાન લક્ષ્મીદાયક રહેશે. આ દિવસે લક્ષ્મીમાતાનું શ્રીસૂકત, પૂજા ફળદાયી રહેશે. આદિત્યહૃદય સ્તોત્ર, રામરક્ષા સ્તોત્ર, ગીતાના પાઠ, વિષ્ણુસહસ્ત્રનામ પાઠ, વિષ્ણુપૂજા અને શિવપૂજા દરેક રીતે લાભદાયી રહેશે.

મકરસંક્રાંતિમાં રાશિ પ્રમાણે દાન કરો
મેષ ઃ તાંબાના પાત્રમાં ઘઉં, ગોળ, લાલ દ્રાક્ષ, પાનનું બીડું, લાલ વસ્ત્ર.

વૃષભ ઃ ચણા, ઘી, દહી, સુંગધી વસ્તુ, ચોખા, રસવાળુ ફળ, સફેદ વસ્ત્ર.

મિથુન ઃ કાંસાના પાત્રમાં લીલા મગ, ખાટૂફળ, અને લીલા વસ્ત્રનું દાન, ગાયને ઘાસ ખવડાવવું.

કર્ક ઃ ચોખા, દહીં, કપૂર, સાકર, ગરીબોને દુધ આપવું, સફેદ વસ્ત્ર.

સિંહ ઃ ગોળ, મસૂરની દાળ, બીલીના પાન, મધ, નારંગી વસ્ત્ર.

કન્યા ઃ કાંસાના પાત્રમાં લીલા મગ, નારંગી, લીલું ઘાસ, લીલંુ વસ્ત્ર.

તુલા ઃ ચણાની દાળ, ચોખા, ઘી, દહી, રંગીન વસ્ત્ર, તલ, ગોળ અને બીજોરા સાથે લાલ વસ્ત્ર.

વૃશ્ચિક ઃ લાલા વસ્ત્ર, મસૂરની દાળ, લાલ મઠ, ગોળ, સોપારી અને મધ.

ધન ઃ કાંસાના પાત્ર ચોખા, ચણાની દાળ, આખી હળદર, મીઠુ, સાકર, મધ અને પીળા વસ્ત્ર.

મકર ઃ સ્ટીલના પાત્રમાં કાળા અડદ, અળશી, તેલ, કોળુ, કમળકાકડી અને કાળો ધાબળો.

કુંભ ઃ સ્ટીલના પાત્ર સાથે કાળા તલ, ખીચડી, કોળુ, કમળકાકડી અને કાળો ધાબળો.

મીન ઃ કાંસાના પાત્રમાં ચોખા, આખી હળદર, સાકર, મધ, દાડમ અને પીળા વસ્ત્ર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો