તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાભારે કાઠી સાથે બિલ્ડરની ઓફિસે ખંડણી લેવા ગયેલા બે પન્ટરો પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અન્ડર વર્લ્ડના માફીયા નામે શહેરમાં ઉઘોગપતિ અને બિલ્ડરોને પાસેથી ખંડણી ઉધરાવવા માટે ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠીએ ગેંગ બનાવી તેના સાગરિતો સાથે સિટીલાઇટના બિલ્ડરની પાસેથી 10 લાખની ખંડણી માંગી હતી. આ કેસમાં ક્રાઇમબ્રાંચે શનિવારે માથાભારે અનિલ કાઠીનો ડ્રાઈવર સાકીર ઉર્ફે ભાણો આરીફ મેમણ તથા સાકીરનો મિત્ર વસીમ ઉર્ફે ભાણો બશીર સાહમદાર(બન્ને રહે,શીવ રંજની એપાર્ટમેન્ટ,સચીન)ની સચીન સાતવલ્લા બ્રીજ પાસેથી દબોચી લઈને ઉમરા પોલીસને સોપી મોડીરાત્રે ધરપકડ કરી હતી. વધુમાં સાકીર 3 મહિના પહેલા આવ્યો હતો અને અનિલ કાઠીની ગાડી ચલાવતો હતો. જયારે સાકીરનો મિત્ર વસીમ 10 દિવસ પહેલા સુરત આવ્યો હતો. બન્ને જણા અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી સાથે બિલ્ડરની ઓફિસે ગયા હતા. સાકીર ઉર્ફે ભાણો મેમણ ધંધુકા પો.સ્ટેમાં બળાત્કાર, બોટાદમાં મારામારી અને નડીયાદ દારૂના ગુનામાં તેમજ વસીમ ઉર્ફે ભાણો જામનગર કાલાવાડ પો.સ્ટેમાં દારૂના કેસમાં પકડાયો હતો. જયારે અન્ડર વર્લ્ડના માફીયા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી સહિતના હજુ ભાગતા ફરે છે, જેને પકડવા માટે ક્રાઇમબ્રાંચની ટીમો અલગ અલગ ઠેકાણ તપાસ શરૂ કરી છે. બન્ને જણા મુંબઈમાં ભાગી ગયા હોવાની આશંકા પોલીસને લાગી રહી છે.

વિઝિટિંગ એરિયામાં એક તો સૂઇ જ ગયો
અનિલ કાઠી અને તેના સાગરીતો ખંડણી માંગવા ગયા ત્યારે જાણે પોતાના અડ્ડા ઉપર બેઠા હોય તેમ કોઇ વિઝિટિંગ એરિયામાં સુઈ ગયો હતો તો કોઈ ટેબલ પર પગ પસારીને ફોન પર વાતો કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...